હવે લુધિયાણા DRIના ગાંધીધામમાં ધામા, કાળા મરીના આયાતમાં ગોલમાલની તપાસ

પ્રતીકાત્મક તસવીર:હવે લુધિયાણા DRIના ગાંધીધામમાં ધામા, કાળા મરીના આયાતમાં ગોલમાલની તપાસ

હવે લુધિયાણા DRIના ગાંધીધામમાં ધામા, કાળા મરીના આયાતમાં ગોલમાલની તપાસ

પ્રતીકાત્મક તસવીર:હવે લુધિયાણા DRIના ગાંધીધામમાં ધામા, કાળા મરીના આયાતમાં ગોલમાલની તપાસ
પ્રતીકાત્મક તસવીર:હવે લુધિયાણા DRIના ગાંધીધામમાં ધામા, કાળા મરીના આયાતમાં ગોલમાલની તપાસ

 

ગાંધીધામ, અમદાવાદ અને સુરત ડિઆરઆઈ બાદ હવે લુધિયાણા ડીઆરઆઈએ પણ ગાંધીધામનો રુખ અખત્યાર કરીને છેલ્લા કેટલાક દિવસ અહી પોતાનો અડ્ડો જમાવ્યો હતો.

આ તપાસ બે કન્ટેનર આયાત થયેલા કાળા મરીની આયાત સંલગ્ન હોવાનું જાણવા મળે છે.

તો આ સિવાય પ્રોસેસડ સોપારીના નામે લાકડાનો ભુકો એક્સપોર્ટ કરાતો હોવાના શકના આધારે મુંદ્રા પોર્ટ પર વધુ ત્રણ કન્ટેનરને રોકવામાં આવ્યા છે.

છેલ્લા પખવાડીયામાં લુધિયાણાની ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સની શાખાના અધિકારીઓએ લાંબો પડાવ ગાંધીધામમાં નાખ્યો હતો.

જેમની તપાસના દાયરમાં કાસેઝથી નિકળેલા તે કન્ટેનર હતા જેમાં કાળા મરીનું ડિક્લેરેશન હતું

પરંતુ તેના વેલ્યુએશન અને મીસડિક્લેરેશન અંગેની શંકાઓ હતી.

આજ પ્રકારના એક કન્ટેનરને લુધિયાણામાં જપ્ત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

આ કન્ટેનર પણ કાસેઝથીજ નિકળેલું હતું.

તો બીજી તરફ ડિઆરઆઈના માર્ગદર્શન તળે મુંદ્રા કસ્ટમ દ્વારા મુંદ્રામાં એક્સ્પોર્ટ થવા આવેલા ત્રણ કન્ટેનરને સાઈડ કરી દેવાયા હતા.

સુત્રોનું માનિયે તો સોપારી જે પ્રોસેસડ થવા માટે સેઝ યુનિટ્સમાં આવે છે,

તે પ્રક્રિયાઓમાંથી પસાર થયા બાદ તેની નિકાસ કરવાની રહે છે.

પરંતુ ખરેખર તો ઘણા આયાતકારો સ્થાનિક માર્કેટમાં ડ્યુટી ચોરી કરીને સોપારીને લોકલ માર્કેટમાં બહાર કાઢીને વેંચીને વધુ રુપીયા કમાઈ લેતા હોવાથી પ્રોસેસની પ્રક્રિયામાં પડ્યા વિના માત્ર લાકડાના ભુંસાને ભરીને તેનો પ્રોસેસડ સોપારીનો એક્સપોર્ટ દેખાડી દેવાય છે.

આજ પ્રકારનો કાર્ગો ભર્યો હોવાની શંકાના આધારે ત્રણ કન્ટેનરને ડિઆરઆઈના માર્ગદર્શન તળે કસ્ટમ વિભાગે રોકીને તપાસ હાથ ધરી હતી.

કાસેઝથી નિકળેલું સોપારી ભરેલંુ કન્ટેનર DRI પરત લઈ આવી

કાસેઝથી દિલ્હીના વેરહાઉસ જવા નિકળેલા બોંડ ટુ બોંડ ટ્રાન્સફરના સોપારી ભરેલા કંટેનરને ડીઆરઆઈ દ્વારા મીસડિક્લેરેશનની શંકાના આધારે અધવચ્ચેજ રોકાવીને પરત બોલાવી લેવાયું હતું,

જે ઝોનમાં આવી પહોંચતા તેની તપાસ આરંભવામાં આવશે

ત્યારબાદ વધુ પરિસ્થિતિ સ્પષ્ટ થઈ શકસે તેમ આંતરિક સુત્રોએ જણાવ્યું હતું.

કાસેઝથી સોપારીનો જથ્થો બહાર કાઢવાની કે ચોરી કરવાની વેતરણ કરતી

કારને સિક્યોરીટી ગાર્ડ અને પીઓએ ફિલ્મી ઢબે પીછો કરીને પકડી પાડ્યો હતો.

જે પ્રકરણમાં કુલ 330 કિલોથી વધુની સોપારી સીઝ કરાઈ હતી.

ચર્ચામાં રહેલા આ પ્રકરણ બાદ ત્રણ દિવસ અગાઉ કાસેઝથી દિલ્હીના વેરહાઉસ બોન્ડ ટુ બોંડ જવા માટે નિકળેલા કન્ટેનરને ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા દિલ્હી પહોંચે તે પહેલાજ પકડીને પરત કાસેઝમાં લાવવાની ગતીવીધી શરૂ કરી દેવાઈ હતી.

રવિવારે આંતરીક આધારભુત સુત્રોએ જણાવ્યું કે એક કન્ટેનર કાસેઝમાં પરત લાવી ચુકાયું છે,

જેની સોમવારે ખોલીને તપાસ કરાશે.

ઓન રેકર્ડ તેમાં સોપારીજ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે,

ત્યારે તેમાં સોપારી સિવાય સિગારેટ્સ કે અન્ય મીસડિક્લેર પ્રોડક્ટ હોવાના અંદાજે તપાસ હાથ ધરાઈ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp