દાંડીમાં હવે થ્રીડી પ્રોજેક્શન મેપીંગનું આકર્ષણ

દાંડીમાં ગાંધી જયંતીના દિવસથી થ્રીડી પ્રોજેક્શન મેપીંગ અને ફાઉન્ટેનની સુવિધા પણ શરૂ થઇ છે.
ઐતિહાસિક દાંડીમાં બનાવાયેલ સત્યાગ્રહ સોલ્ટ મેમોરિયલમાં ક્રમશ: સુવિધાઓ વધતી રહી છે.
જેમાં હાલના દિવસોમાં પ્રવાસી સુવિધા કેન્દ્રની મહત્વની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.
હવે ગાંધી જયંતીના દિવસથી વધુ એક આકર્ષણ ઉભુ થઇ રહ્યું છે.
અહીં થ્રીડી પ્રોજેક્શન મેપીંગ તથા લેકમાં ફાઉન્ટેન પણ શરૂ થઇ રહ્યા છે.
મોડી સાંજ બાદ થ્રીડી પ્રોજેક્શન મેપીંગ લોકોમાં આકર્ષણ ઉભુ કરશે. મળતી માહિતી મુજબ રવિવારથી શરૂઆત થઇ છે,
પરંતુ કેટલાક ટેકનિકલ કામ પૂર્ણ થયા બાદ સાત-દશ દિવસમાં સંપૂર્ણ આકર્ષણ વેગ પકડશે.
આ માટે સરકારે અંદાજે દોઢથી બે કરોડ રૂપિયા જેટલો ખર્ચ કર્યાનું જાણવા મળ્યું છે.
આ નવા આકર્ષણ માટે તંત્ર મોડી સાંજે સમયમાં થોડો વધારો કરે એ જરૂરી છે.
દાંડી ભજનોથી ગાંધીમય બન્યું
ગાંધી જયંતીના દિવસે દાંડીમાં સંગીતકાર ભાવિન શાસ્ત્રી અને તેની ટીમનો ગાંધી ભજન થીમનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં રઘુપતિ રાઘવ અને વૈષ્ણવવજન જેવા ભજનોથી સમગ્ર માહોલ ગાંધીમય બની ગયો હતો.
આ પ્રસંગે સરકારના કેબિનેટ મંત્રી નરેશ પટેલ, ધારાસભ્ય પીયુષભાઇ દેસાઇ વિગેરે પણ હાજર રહ્યા હતા.