મજૂરો ગરબા કરવા જતાં નડિયાદ રિંગ રોડનું કામ અટક્યું

પ્રતીકાત્મક તસવીર:મજૂરો ગરબા કરવા જતાં નડિયાદ રિંગ રોડનું કામ અટક્યું

મજૂરો ગરબા કરવા જતાં નડિયાદ રિંગ રોડનું કામ અટક્યું

પ્રતીકાત્મક તસવીર:મજૂરો ગરબા કરવા જતાં નડિયાદ રિંગ રોડનું કામ અટક્યું
પ્રતીકાત્મક તસવીર:મજૂરો ગરબા કરવા જતાં નડિયાદ રિંગ રોડનું કામ અટક્યું

 

વરસાદમાં ધોવાઈ ગયેલા 4.5 કિમી.ના રીંગ રોડને રીપેર કરવાની કામગીરી હજુ તો 25 દિવસ અગાઉ શરૂ કરવામાં આવી હતી.

પરંતુ રોડ બનાવતા મજુરો ગરબા રમવા માટે વતન જતા રહેતા રોડ રિપેર કરવાની કામગીરી ફરી એકવાર અટકી પડી છે.

જેના કારણે નિયમિત આ રોડ પર મુસાફરી કરતા વાહન ચાલકો માટે મુશ્કેલીઓ વધી છે.

નડિયાદ પાસેના બિલોદરા થી હેલીપેડ સુધીનો 4.5 કિમી.નો રીંગ રોડ વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યો છે.

ચોમાસા અગાઉથી જ જર્જરીત બનેલો રીંગ રોડ ચોમાસા દરમિયાન એવી સ્થિતિમાં આવી ગયો છે કે અહીથી વાહન લઈને પસાર થવુ એટલે વાહન અને કમર બન્ને માટે નુકસાનકારક બની રહે છે.

આ રોડ પરથી હરરોજ મોટી સંખ્યામાં લોડીંગ અને નાના વાહનો પસાર થાય છે,

રોડ ની ખરાબ હાલતને કારણે આ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે, પરંતુ તંત્રને તેની ગંભીરતા સમજાઈ રહી હોય તેમ લાગી રહ્યું નથી.

બેવડી અાપદા -તૂટલો રોડ અને ઉપરથી ડસ્ટ

નડિયાદ પાસેથી પસાર થતો 4.5 કિમી.નો રીંગરોડ સાવ તૂટી ગયો છે.

અહીથી પસાર થતા ભારે વાહનોને કારણે ધૂળની ડમરીઓ ઉડ્યા કરે છે.

એક તરફ ખખડધજ રોડ અને બીજી તરફ ધુળની ઉડતી ડમરીઓને કારણે નાના વાહન ચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે.

મજૂરો તહેવાર કરવા ગયા હોવાથી કામ બંધ કર્યું

કામ બંધ થયુ હોય એજન્સી સાથે વાત કરી છે.

મજૂરો તહેવાર કરવા વતનમાં ગયા હોય કામ બંધ કર્યું છે.

જોકે રીંગ રોડનું કામ પૂર્ણ કરવા માટેની આખરી તારીખ 6 ડિસેમ્બર છે.

તે પહેલા એજન્સીએ કામ પૂરુ કરી દેવાનું રહેશે. > અાર અેસ પ્રજાપતિ, ના.કા.ઇ. નેશનલ હાઇવે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp