ભાવનગર શહેર સ્થિત સરકારી ઈજનેરી કોલેજ ખાતે કાર્યરત NSS યુનિટના 55 વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા “સ્વચ્છ સાગર” અભિયાન અંતર્ગત હાથબ વિસ્તારના દરિયા કિનારાની સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ અભિયાનમાં વિદ્યાર્થીઓએ અંદાજિત 350 કિલો જેટલું પ્લાસ્ટિક એકત્ર કરી તેમજ અન્ય કચરો દરિયાઈ પટ્ટી વિસ્તારમાંથી ભેગું કર્યું હતું
અને 40 જેટલી બિન બેગમાં આ કચરો એકઠો કરી તેના યોગ્ય નિકાલ માટે વ્યવસ્થા કરી હતી.
પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવાં અભિયાન હાથ ધરાયું
દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના ત્રીજા શનિવારે “આંતરરાષ્ટ્રીય કોસ્ટલ કલીન અપ ડે” વૈશ્વિક સ્તરે મનાવવામાં આવે છે.
આ તકે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઠેર-ઠેર વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે દરિયાકિનારાના બીચ તેમજ દરિયાકિનારો સ્વચ્છ રહે
તથા પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાય તે હેતુથી કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના વિવિધ વિભાગો તથા અન્ય સામાજિક સંસ્થાઓના સહયોગથી સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.