ગાંધી જયંતિ નિમિત્તે નડિયાદમા ગાંધી-સરદાર પુસ્તક પ્રદર્શનને ખુલ્લુ મુકાયું
નડિયાદની સવાસો વર્ષ જુની અને જાણીતી ડાહીલક્ષ્મી લાયબ્રેરીના ઉપક્રમે વાણીયાવડ સર્કલ પાસે, કોલેજ રોડ નડિયાદ મુકામે ગાંધી-સરદારના દુર્લભ પુસ્તકોના ભવ્ય પ્રદર્શનને સંતરામ મંદિરના પ.પૂ.નિર્ગુણદાસજી મહારાજ અને વિધાનસભાના મુખ્ય દંડક તેમજ નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઇના વરદ હસ્તે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.
યુવા પેઢીને આ આઝાદી વિશેની માહિતીની જિજ્ઞાસા અહિ પૂર્ણ થશે
આ પુસ્તક પ્રર્દશન શનિવાર અને રવિવારે સવારે 9થી રાતે 8 સુધી ખુલ્લુ રહેશે
જેનો મહત્તમ લાભ નાગરિકોની સાથે સાથે યુવાનો અને વિદ્યાર્થીઓને લેવા માટે દંડક પંકજભાઇ દેસાઇએ આગ્રહભરી વિનંતી કરી હતી.
તેઓએ જણાવ્યું હતું કે, આઝાદી વખતનો ઇતિહાસ અને તે વખતની દેશની પરિસ્થિતિનો ચિતાર આપતા ચિત્રો અને પુસ્તકોનો પરિચય થાય છે
અને આજની યુવા પેઢીને આ આઝાદી વિશેની માહિતીની જિજ્ઞાસા અહિ પૂર્ણ થશે. તેઓને ખુબ જરૂરી માહિતી આ અલભ્ય પુસ્તકોમાંથી મળશે. નડિયાદની હિન્દુ અનાથ આશ્રમ, વિઠ્ઠલકન્યા વિદ્યાલય, સરદાર પટેલ સ્કુલ તથા ડાહીલક્ષ્મી લાયબ્રેરી જેવી વિવિધ સંસ્થાઓમાં સચવાયેલા ગાંધી-સરદાર સાહિત્ય-ગ્રંથોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
પુસ્તક પ્રર્દશન મેળાનો જિલ્લાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા પ્રબુદ્ધ નાગરિકોને મળશે
ઉપરાંત આ પ્રદર્શન મેળામાં અમદાવાદના સાબરમતિ આશ્રમ, નવજીવન ટ્રસ્ટ અને સરદાર પટેલ મેમોરીયલમાંથી લાવેલા અમૂલ્ય પુસ્તકોના વેચાણની વ્યવસ્થા કરવામાં આવી છે
અને પ્રર્દશનની મુલાકાત લેનાર દરેકને એક પુસ્તક ભેટ આપવામાં આવ્યુ હતું.
ઈપ્કોવાળા ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી યોજાયેલ આ વિશિષ્ટ પુસ્તક પ્રર્દશન મેળાનો જિલ્લાના વિદ્યાર્થીયો, શિક્ષકો તથા પ્રબુદ્ધ નાગરિકોને લાભ લીધો હતો.
આ બે દિવસીય પુસ્તક પ્રર્દશનના ઉદધાટનમાં જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણી, જાણીતા ઉદ્યોગપતિ અને ઇપ્કોવાળા ટ્રસ્ટના દેવાંગ પટેલ,
અગ્રણી વકીલ ટી.આર.વાજપઇ, નરેન્દ્ર નકુમ, હસીત મહેતા, ર્ડા.અરવિદ પટેલ, મહાનુભાવો હાજર રહ્યા હતા.