મુનપુર કોલેજ શ્રી ગોવિદ ગુરુ યુનિવર્સીટી જે અંતર્ગત સ્પર્ધાઓમાં વિજેતા બની આ સમગ્ર ટીમે કોલેજ ને અને રી સિદ્ધિ અપાવામાં આવી..
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની મુનપુર શ્રીમતી સી.આર ગાર્ડ આર્ટસ કોલેજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી,ગોધરાનો યુવક મહોત્સવ ૨૦૨૨ ના રોજ ગોધરા ખાતે સંપન્ન થયો.
આ યુવક મહોત્સવમાં કુલ ૭૪ કોલેજ અને ૧૪૦૭ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
જેમાં મુનપુર કોલેજે પણ ભાગ લીધો હતો. જે અંતર્ગત નીચેની સ્પર્ધાઓમાં વિજેતા બની આ સમગ્ર ટીમે કોલેજ ને અનેરી સિદ્ધિ અપાવી છે :
માઇમ સ્પર્ધા માં પ્રથમ સ્થાન
કોલેજ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન
સ્કીટ સ્પર્ધામાં તૃતીય સ્થાન
કોલેજમાં મોટાભાગના વિદ્યાર્થીઓ આદિવાસી સમાજમાંથી આવે છે.
જેઓ અભિનયની કળા ક્યાંય પણ શીખ્યા હોતા નથી. કોલેજ દ્વારા સતત તેમને પ્રેક્ટિસ કરાવી તેમની અંદર રહેલી કળાને બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
અને અભિનયની બંને સ્પર્ધાઓ માઈમ અને સ્કીટમાં પ્રથમ તથા તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.
યુનિવર્સિટી લેવલની આવી સ્પર્ધા માં ભાગ લેવો અને વિજેતા થવું એ ખરેખર મોટી સિદ્ધિ છે.
વિજેતા થનાર અને સભાગી થનાર સૌ વિદ્યાર્થીમિત્રોને હાર્દિક અભિનંદન અને સવિશેષ અભિનંદન એમને સ્ટેજનું પગથિયું ચીંધનાર અને વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિને પારખી તેને પ્રજ્વલિત કરનાર કૉલેજના હિન્દી વિભાગના અધ્યક્ષા ડૉ. સુશીલા એસ. વ્યાસ અને સંસ્કૃત વિભાગના અધ્યાપક ડૉ.હિતેશકુમાર કે. કુબાવતને
આવા કાર્યો માટે સતત પ્રેરણા આપતા રહેતા તેમજ અધ્યાપકશ્રીઓને ખીલવા કાર્ય કરવા ખૂલ્લો મંચ આપતા કૉલેજના આદરણીય આચાર્ય ડૉ. મહેશ કે. મહેતા અને કૉલેજની પ્રત્યેક પ્રવૃત્તિ પ્રત્યે હંમેશા સકારાત્મક વલણ દાખવાનાર આર્ટ્સ કૉલેજ મુનપુર ના સંચાલન મંડળ એવા શ્રી એમ. જી. એસ. કેળવણી મંડળ મુનપુરના પ્રમુખ ડૉ. હિરેન પંડ્યા તેમજ સર્વે મંત્રીશ્રીઓ અને સર્વે સભ્યશ્રીઓ પણ આ યશના ભાગીદાર છે.
🌹તસ્વીર :
ઈન્દ્રવદન વ.પરીખ ,સંતરામપુર.