ખેડા જિલ્લામાં ઈદે મિલાદ પર્વની ઉજવણી માટે તડામાર તૈયારીઓ, મસ્જિદ, દરગાહ, તેમજ ઇમારતોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી

ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પયગંબર સાહેબ (સ.અ.વ.)ના જન્મદિવસની મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદુનનબી તરીકે ઉજવણી કરવામાં આવે છે.
ખેડા જિલ્લામાં નડિયાદ સહિત મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારમાં આગામી નવમી ઓક્ટોબરે ઈદે મિલાદ પર્વની ઉજવણી માટે રંગબેરંગી રોશની સહિત તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
મસ્જિદ, દરગાહ, તેમજ ઇમારતોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી
ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પયગંબર સાહેબ(સ.અ.વ.)ના જન્મદિવસની મુસ્લિમ બિરાદરો દ્વારા ભારે ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે.
આગામી 9મી ઓક્ટોમ્બરે ઈદે મિલાદુન નબીના પર્વની ઉજવણી કરવા મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ખેડા જિલ્લામાં નડિયાદ શહેરમાં સક્કરકુઈ, ગાજીપુરવાડા, ઇરશાદ નગર,મલારપુરા, દલાલ પાર્ક, પરિવાર સોસાયટી, ખેડા,મહુધા,વસો,
મિત્રાલ,નરસંડા,ઉત્તરસંડા,મહુધા,મહેમદાવાદ, માતર,દંતાલી,સંધાના,હેજરાવાદ સહિત શહેર ગામોમાં ઈદે મિલાદના તહેવારને લઈ ધાર્મિક સ્થળો, મસ્જિદ, દરગાહ, તેમજ ઇમારતોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી રહી છે.
ઇદે મિલાદ નિમિતે ભવ્ય જુલૂસ કાઢવામાં આવશે
તેમજ “સરકાર કી આમદ મરહબા”, “જશને મિલાદુનનબી”ની ઝંડીઓ લગાવવામાં આવી રહી છે.
આ પર્વ પ્રસંગે રબીઉલ અવલના પહેલા ચાંદથી ઈદ-એ-મિલાદ સુધી મસ્જિદો તેમજ જાહેર ચોકમાં કુરાન ખ્વાની,તકરીર તેમજ ન્યાઝના પ્રોગ્રામ યોજવામાં આવી રહ્યા છે.
ઇદે મિલાદ નિમિતે ભવ્ય જુલૂસ કાઢવામાં આવશે. આમ ઈદ-એ-મિલાદના પર્વની ઉજવણી માટે મુસ્લિમ બિરાદરો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.