કડાણામાં ચાલુ શાળાએ બાળકોના હાથમાં કોંગ્રેસની પત્રિકાઓ પકડાવી
કડાણા તાલુકામાં ચાલુ શાળાએ કોંગ્રેસના કાર્યકરો દ્વારા બાળકોના હાથમાં કોંગ્રેસના 8 વચન ચુંટણી પ્રચારની પત્રિકાઓ પકડાવી હોવાના ફોટા સોશિયલ મીડિયા વાયરલ થતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો.
જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા વાયરલ ફોટાની પુષ્ટિ માટે તાલુકા શિક્ષણ અધિકારીને તપાસ સોપવામાં આવી હતી.
શાળાના બાળકો પાસે કોઈ રાજકીય પક્ષ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણી પ્રચાર માટે શિક્ષકોનો સહારો લઈ ચાલુ શાળાએ બાળકોને શાળા બહાર બોલાવી ચુંટણી પ્રચારની પત્રિકાઓ હાથમાં પકડાવી ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી પ્રચારનો ધમધમાટ શરૂ કરવામાં આવી રહ્યો હતો.
બાળકો પાસે કોંગ્રેસના માજી પ્રમુખ હિમ્મત સિંહ દ્વારા પ્રચાર પત્રિકાઓ હાથમાં પકડાવી રહેલ ફોટા સોશિયલ મીડિયામા ફરતા થતાં કડાણા તાલુકા સહિત મહીસાગર જીલ્લામાં ચર્ચાનો વિષય બની ગયો હતો.
કડાણા તાલુકાના મોટા પડાદરા તેમજ તરકોની નાળ પ્રાથમિક શાળામાં બાળકો પાસે કોંગ્રેસના કાર્યકરો દ્વારા કોંગ્રેસના 8 વચન વાળી પત્રિકાઓ હાથમાં પકડાવી પ્રચાર પ્રસાર કરવી રહ્યા હોવાના ફોટા સોશિયલ મીડિયામા વાયુવેગે પ્રસરી જતાં શિક્ષણ જગતમાં પણ સાપો પડી જવા પામ્યો હતો.
તાલુકા શિક્ષણાધિકારીથી લઈ જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ બાબતે તપાસ ધરવામાં આવી હતી.
અને અને કસૂરવાર સામે પગલાં લેવાની પણ ચીમકી ઉચ્ચારી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
તાલુકા શિક્ષણાધિકારીને તપાસ સોંપી
બાળકોના હાથમાં પત્રિકાઓ વાળા ફોટા મારા સુધી પહોંચ્યા છે
જેની તપાસ મેં તાલુકા શિક્ષણાધિકારીને સોંપી છે
જો કસૂરવાર હશે તો કાર્યવાહી કરશે > આરતસિંહ બારીયા, જીલ્લા શિક્ષણાધિકારી. મહીસાગર