મહિસાગરમાં અત્યાર સુધીમાં 972 પશુઓ સંક્રમિત; જિલ્લામાં આજે વધુ 25 લમ્પી વાયરસના કેસ નોંધાયા

રાજ્યભરમાં પશુઓમાં લમ્પી વાયરસના કેસ નોંધાઈ રહ્યા છે.
ત્યારે મહીસાગર જિલ્લામાં પણ મોટા ભાગના વિસ્તારોમાં લમ્પી વાયરસે દેખા દીધી છે.
જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા સર્વે કરાઈ રહ્યો છે, જેમાં આજે વધુ 25 કેસો સામે આવ્યા છે.
જેમાં વીરપુર તાલુકામાં 11 કેસ, ખાનપુર તાલુકામાં 4 કેસ અને સંતરામપુર તાલુકામાં 10 કેસ નોંધાયા છે.
જેની સાથે જિલ્લામાં અત્યાર સુધીમાં પશુઓમાં નોંધાયેલો લમ્પી વાયરસના કેસનો આંક 972 પર પહોંચી ગયો છે.
અત્યાર સુધીમાં જિલ્લામાં નોંધાયેલા કેસો
મહીસાગર જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં લમ્પી વાયરસના કેસો નોંધાઈ ચુક્યા છે.
ત્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં નોંધાયેલ કેસોની વાત કરવામાં આવે તો સૌથી વધુ કેસ વીરપુર તાલુકામાં 474 કેસ નોંધાયા છે.
તો બાલાસિનોર તાલુકામાં 54 કેસ, લુણાવાડા તાલુકામાં 25 કેસ, ખાનપુર તાલુકામાં 202 કેસ, કડાણા તાલુકામાં 47 કેસ અને સંતરામપુર તાલુકામાં 170 કેસ નોંધાઈ ચુક્યા છે.
જેની સાથે જિલ્લામાં પશુઓમાં નોંધાયેલા કેસોનો આંક 972 પર પહોંચ્યો છે. તો બીજી બાજુ શહેરમાં ફરતા પશુઓમાં પણ હવે લમ્પી વાયરસ જોવા મળી રહ્યો છે.
પશુપાલન વિભાગ દ્વારા 2,10,411 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું
જે રીતે જિલ્લામાં લમ્પી વાયરસના કેસો નોંધાઈ રહ્યા છે
તે ની સામે પશુપાલન વિભાગ દ્વારા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં પશુપાલકોના ઘરે જઈને પશુઓને રસીકરણ પણ કરવામાં આવી રહ્યું છે
જેમાં વાત કરવામાં આવે તો વીરપુર તાલુકામાં 56963, બાલાસિનોર તાલુકામાં 25626, લુણાવાડા તાલુકામાં 37265, ખાનપુર તાલુકામાં 33140, કડાણા તાલુકામાં 18205, સંતરામપુર તાલુકામાં 39212 પશુઓનું વેક્સીનેશન કરવામાં આવ્યું છે.
પશુપાલન વિભાગના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં જિલ્લામાં નોંધાયેલ લંપી વાયરસના 972 પશુઓ પૈકી 849 પશુઓ રિકવર થઈ ચૂક્યા છે
જ્યારે 107 એક્ટિવ કેસ છે અને 16 પશુઓ મૃત્યુ પામ્યા છે