સાવલીની પોઇચા ચોકડી ખાતે વીર મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ
સાવલી પોઇચા ચોકડી ખાતે વર્ષો જૂની માંગ અને ક્ષત્રિય સમાજના સ્વપ્ન સમાંન બે માસ અગાઉ વીરયોધ્ધા મહારાણા પ્રતાપની વિશાળ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી.
આં પ્રતિમા વીર પ્રતાપ સેવા ટ્રસ્ટના યુવા કાર્યકરો અને સાવલી ડેસર તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા વાજતે ગાજતે અને ભારે સન્માન સાથે સ્થાપના કરવામાં આવી હતી.
ક્ષત્રિય સમ્રાટ અને દેશના દરેક ક્ષત્રિયના આદર્શ અને પ્રેરણામૂર્તિ મહારાણા પ્રતાપ માટે અનોખી લાગણી અને માન સન્માન છે.
એવા મહારાણા પ્રતાપની પ્રતિમાનું આજે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા ભવ્ય સમારંભ અને રેલી સ્વરૂપે જય ભવાનીના નારા સાથે અનાવરણ કરાયું હતું.
ક્ષત્રિય સમાજની દેશની આઝાદીમાં 562 રજવાડાઓના સમર્પણની સાથે શૌર્ય અને બહાદુરીની ગાથા રજૂ કરાઈ હતી
અને ક્ષત્રિય રાજાઓના જીવન ચરિત્ર પર પ્રકાશ નાખીને હાજરજનોને ક્ષત્રિય ધર્મ નિભાવવા તેમજ પોતાના કુળનું અભિમાન વધે તેવા કાર્યો કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં રાજસ્થાનથી પધારેલા હિન્દુ સમ્રાટ શેરસિંહ રાણા, મધ્યગુજરાત ક્ષત્રિય સભા પ્રમુખ કરણસિંહ ચાવડા, મહાકાલ સેના ગુજરાત અધ્યક્ષ વિજયસિંહ ચાવડા,
જે.પી. જાડેજા, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગુજરાત અધ્યક્ષ રાજ સેખાવત, બરોડા ડેરી ડિરેકટર રામસિંહ વાઘેલા અને કુલદીપસિંહ રાઉલજી, વિજયસિંહ વાઘેલા,
લખન દરબાર સહિતના વિવિધ સ્ટેટના ઠાકોર અને કુંવરો તેમજ હજારોની સંખ્યામાં ક્ષત્રિય યુવાનો અને આગેવાનો પાઘડી અને સાફા સાથે હાજર રહ્યાં હતાં.