મહિસાગર જિલ્લા ફેરપ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસીએશન દ્વારા અધિકનિવાસી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
રાજ્યમાં હવે સરકારી હોય કે ખાનગી દરેક કર્મચારીઓ, કામદારો, વર્કરો અને એસોસિએશન પોતાના હક માટેની લડત આપી રહ્યાં છે.
તેવામાં મહિસાગર જિલ્લામાં ગુજરાત ફેર પ્રાઈસ શોપ એસોસિએશન અને ગુજરાત રાજ્ય ફેર પ્રાઈસ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસીએશન દ્વારા પોષણસમ વળતર સાહિતના પ્રશ્નો બાબતે અધિકનિવાસી કલેકટર એ.આઈ.સુથારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદન પત્રમાં જણાવ્યું હતું કે, ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન અને ગુજરાત રાજ્ય ફેર પ્રાઇસશોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તારીખ 20/09/2022ના રોજ ગુજરાત સરકારને આપેલા આવેદનપત્રથી અમારા છેલ્લા 2 વર્ષથી પડતર પ્રશ્નોનું નિરાકરણ ના આવતા આ બાબતે અમારા પડતર પ્રશ્નો સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લેવાય તે હેતુથી અમારી માંગણી સરકાર સુધી પહોંચાડવા વિનંતી છે.
અમારી માંગણીઓ નહીં સ્વીકારાય તો ગુજરાત રાજ્યના બંને એસોસિએશન દ્વારા ગુજરાત સરકારને આપેલા આવેદનપત્રને અત્રેનો મહિસાગર જિલ્લો સમર્થન આપશે તેવું આ આવેદનપત્રમાં જણાવાયું છે.
આગામી સમયમાં કામગીરીથી અળગા રહેવાની જાહેરાત
આગામી તારીખ 2 ઓક્ટોમ્બર 2022થી વિતરણ વ્યવસ્થાની કામગીરીથી અળગા રહેવા રાજ્ય એસોસીએશન દ્વારા જાહેરાત કરેલી છે.
જેમાં મહિસાગર જિલ્લાના તમામ વ્યાજબી ભાવના સંચાલકો વિતરણ વ્યવસ્થાની તમામ કામગીરીથી અળગા રહેશે તેવું આવેદનપત્રમાં જણાવ્યું હતું