મોડાસામાં કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા નવરાત્રિનું આયોજન; ગરબાના તાલે ખેલૈયાઓએ ધૂમ મચાવી
નવરાત્રી એટલે શ્રદ્ધા અને ભક્તિનું પર્વ, ત્યારે સમગ્ર દેશ અને દુનીયામાં નવરાત્રી પર્વ ધામધૂમ પૂર્વક ઉજવાય છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની મધ્યમાં આવેલ ઉમિયા માતાજી મંદિર સ્થાનકે કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળ આયોજિત ગરબામાં નાના મોટા સૌ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા.
અનોખી શ્રદ્ધા સાથે અવનવા ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ મહિલાઓએ ગરબાની ધૂમ મચાવી.
વર્ષોથી કચ્છી પાટીદારો દ્વારા પ્રગતિ મંડળના ગરબા થાય છે.
કોરોનાના કારણે બે વર્ષ બાદ નવરાત્રિ મહોત્સવ શરૂ થયો છે.
ત્યારે ખેલૈયામાં અનેરો ઉત્સાહ છે.
માઁ શક્તિની આરાધના સાથે થતા પ્રગતિ મંડળના ગરબાનું ખૂબ મહત્વ છે.
આયોજકો દ્વારા સુદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે.