ડભોઇ નગરમાં ઇદે એ મિલાદુન્નબી – મોહમ્મદ પ. સાહેબના જન્મદિનની ઉજવણીની તૈયારી

ડભોઇ શહેરમાં આગામી માસ દરમિયાન મુસ્લિમ બિરાદારોના ઇદે એ મિલાદુન્નબી ઉજવણીના પ્રસંગના ભાગરૂપે ડભોઇ મુસ્લિમ અગ્રણીઓ દ્વારા મુજ્જુ બાપુ સૈયદના અધ્યક્ષપણા હેઠળ બેઠક યોજાઇ હતી.
આગામી માસ દરમિયાન મુસ્લિમ રબી ઉલ અવ્વલ મુસ્લિમ મહિનાનો 12મો ચાંદ ઈદે એ મિલાદુન્નબી મોહમ્મદ પયંગબર સાહેબના જન્મદિનની ઉજવણી સમગ્ર વિશ્વભરના મુસ્લિમ દેશો સહિત સમગ્ર ભારત દેશમાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા ધાર્મિક પરંપરા મુજબ કરવામાં આવે છે.
ત્યારે ડભોઇ ઈદે એ મિલાદુન્નબીના તહેવારની ઉજવણી કરવા માટે ડભોઇ શહેર કસ્બા જામા મસ્જિદ ખાતે મુજ્જુ બાપુ સૈયદના અધ્યક્ષપણા અને આયોજક ઇબ્રાહીમભાઇ ખત્રીના નેજા હેઠળ ડભોઇ મુસ્લિમ સમાજના વિવિધ વિસ્તારના અગ્રણીઓ આગેવાનોની એક મીટિંગ યોજાઈ હતી.
જેમાં કાયદો અને વ્યવસ્થા અને સ્વચ્છતા જળવાઈ રહે તેમજ બને ત્યાં સુધી જુલૂસ દરમિયાન ડીજે ન હોય તો સારુ અને મુસ્લિમ ધાર્મિક પઢાઈ સાથે રૂટ મુજબ સમયસર રહેવા અને અન્ય ધર્મના લોકોની લાગણી દુભાય નહીં તેવા કોઈ પણ સૂત્રોચ્ચાર કરવા નહીં
અને તમામ પ્રકારે પ્રશાસનને સહયોગ આપવો જોઈએ તેનું તમામ વિસ્તારના મુસ્લિમ અગ્રણીઓએ ધ્યાન રાખવું.
તેમજ સવારે જામા મસ્જિદમાં અને કાજીવાડા મસ્જિદે તેમજ નગરની વિવિધ મસ્જિદોમાં મૂહે યે મુબારકની જીયારત કરવામાં આવશે તેવું બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું.