ગોધરામાં બળીયાદેવના મંદિરે ચોથા પાટોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ; તીરગર સમાજના લોકોએ મહાઆરતી અને મહાપ્રસાદીનો લહાવો લીધો
ગોધરા શહેરના તીરગરવાસ ખાતે 100 વર્ષ જુનુ બળીયાદેવ મહારાજનું મંદિર આવેલું છે અને આ મંદિર એટલું ચમત્કારી છે કે, જેની જે મનોકામનાઓ હોય તે બળીયાદેવ મહારાજ પૂર્ણ કરે છે.
જેથી ઘણીબધી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લ્હાવો લેવા માટે આવતા હોય છે.
જેથી સમસ્ત તીરગર સમાજના નવ યુવાનો અને સમાજના વડીલોના સાથ સહકારથી આજથી 4 વર્ષ પહેલા આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
જેના ભાગરૂપે આજે સમસ્ત તીરગર સમાજ દ્વારા બળીયાદેવ મહારાજનો ચોથા પાટોત્સવ નિમિત્તે હોમહવન અને મહાઆરતી સહિત મહાપ્રસાદીનું આયોજન કર્યું હતું.
જેમાં મોટી સંખ્યામાં તીરગર સમાજના લોકોએ ઉપસ્થિત રહી મહાઆરતી અને મહાપ્રસાદીનો લહાવો લીધો હતો.
ગોધરા શહેરના તીરગરવાસ ખાતે તીરગર સમાજના નવયુવાનો વડીલ અગ્રણીઓ દ્વારા બળીયાદેવ મહારાજનું 100 વર્ષ જુના મંદિરના ચોથા પાટોત્સવના ધામધૂમથી ઉજવણી કરી હતી.
જેમાં તીરગર સમાજના અલગ અલગ 7 જોડાવોએ બેસી બળીયાદેવ મહારાજનું હોમ હવન સહિત મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન કર્યું હતું.
જેમાં સમસ્ત તીરગર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહાપ્રસાદીનો લહાવો લીધો હતો.