વીરપુર તાલુકાના કોયડમ ખાતેની ધન્વંતરિ આયુર્વેદિક કોલેઝમાં ગરબા મોહોત્સવ યોજાયો

મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં આવેલ કોયડમ ગામની ધન્વંતરિ આયુર્વેદિક કોલેજ ખાતે નવરાત્રી પર્વને લઈ ગરબા મોહોત્સવ યોજાયો હતો.
કોલેજના વિધાર્થી ભાઈ બહેનો દ્વારા અલગ અલગ સ્ટાઇલમાં ગરબે જુમ્યા હતા.
જેમાં વિદ્યાર્થીઓએ ટ્રેડિશનલ પહેરવેશ પહેર્યો હતો
અને મન મુકીને ઉત્સાહભેર આ ગરબા મોહોત્સવમાં ભાગ લઈને ગરબાની રમઝટ બોલાવી હતી.