ગાંધીનગરના જાખોરામાં ગરબા જોવા જતી યુવતીની એક યુવકે છેડતી કરી, અંધારામાં આંતરી ડ્રેસ ફાડી નાંખતા ચકચાર

ગાંધીનગરના જાખોરામાં ગામમાં યોજાતા નવરાત્રિના ગરબા જોવા જતી 18 વર્ષની યુવતીને અંધારામાં આંતરીને ગામના યુવકે છેડતી કરી ડ્રેસ ફાડી દઈ નાસી ગયો હોવાની ફરિયાદ ચીલોડા પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવી છે.
યુવતી નવરાત્રીના ગરબા ગાવા જવા નીકળી હતી
ગાંધીનગરના જાખોરા ગામમાં રહેતી 18 વર્ષની યુવતી ગઇકાલ રાતના ઘર પાછળ બહુચર ચોકમાં નવરાત્રીના ગરબા ગાવા જવા નીકળી હતી.
તે વખતે તેના ઘરથી થોડેક આગળ અંધારામાં ગામનો વિજય ઉમેદજી રાઠોડ એકદમ પાછળથી આવ્યો હતો.
હજી યુવતી કઈ સમજે એ પેલા જ વિજયે યુવતીનો હાથ પકડી લીધો હતો.
જેથી યુવતીએ હાથ છોડાવવાની કોશિશ કરતા વિજયે તેનો ડ્રેસ પકડી લઈ છેડતી કરવા લાગ્યો હતો.
યુવતીએ બુમાબુમ કરી મુકતા યુવક ભાગી ગયો
આ ઘટનાથી ગભરાઈ ગયેલી યુવતીએ બૂમાબૂમ કરી મુકતા નજીકથી તેનો ભાઈ દોડી આવ્યો હતો.
જેને જોઈને વિજય અંધારામાં ભાગી ગયો હતો. બાદમાં ઘરે જઈને યુવતીએ ગામના વિજય રાઠોડની હરકતો વિશે માતા પિતાને જાણ કરી હતી.
વિજય છેલ્લા પાંચ દિવસથી યુવતીની સામે જોયા કરતો હતો.
અને ગઈકાલે તેણે છેડતી કરી હતી.
જેનાં પગલે યુવતીની ફરિયાદના આધારે ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.