ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક યુનિવર્સિટી ખાતે ‘વર્લ્ડ હાર્ટ ડે ટોક’ યોજાઈ,તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહિત કરવા પર ભાર મુકતા નિષ્ણાતો
કાર્ડિયોવાસ્કયુલર ડિસીઝ-હૃદય સંબંધિત રોગમાં અન્ય રોગો કરતાં વધુ વ્યકિતઓ મૃત્યુ પામી રહ્યા છે.
દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં વિશ્વ હૃદય દિવસ ઉજવવામાં આવે છે.
હૃદયરોગ વિશે જાગૃતિ ફેલાવો અને વૈશ્વિક સ્તરે હૃદયની તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહિત કરવા વૈશ્વિક અભિયાન જરૂરી છે.
તે તમામ બાબતોને ધ્યાને લઇને ગુજરાત બાયોટેક યુનિવર્સીટી-જીબીયુ હૃદયની તંદુરસ્તીનું આયોજન કરીને વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરી હતી .
વિશ્વ હૃદય દિવસની પુર્વ સંધ્યાએ ગુજરાત બાયોટેક યુનિવર્સીટી ખાતે ‘વર્લ્ડ હાર્ટ ડે ટોક’ યોજાઇ
વિશ્વ હૃદય દિવસની પૂર્વ સંધ્યાએ GBU ના વિદ્યાર્થીઓ, સ્ટાફ અને ફેકલ્ટી સાથે નિષ્ણાંત તબીબોએ હૃદયરોગ જાગૃતિની વાત સાથે કેમ્પસમાં વિદ્યાર્થીઓ સ્લો રન એકટીવીટીમાં ભાગ લીધો હતો.
29મીએ ઉજવાતા વિશ્વ હૃદય દિવસની પુર્વ સંધ્યાએ ગુજરાત બાયોટેક યુનિવર્સીટી ખાતે ‘વર્લ્ડ હાર્ટ ડે ટોક’ યોજાઇ હતી.
જેમાં ડો. પવન પટેલ અને ડો.જૈમિન દવે કે જેઓ યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સાથે સંકળાયેલ છે.
તેમણે તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહિત કરવા અંગે વકતવ્ય આપ્યું હતુ.