ધારાસભ્યની ગ્રાન્ટ : ધારાસભ્યે છેલ્લા પાંચ વર્ષમાં આમાંથી કેટલા કામ કર્યા એ પૂછવાનું ન ભૂલતા..

ધારાસભ્યની ગ્રાન્ટ માંથી આટલા કામો થઈ શકે..પોતપોતાની વિધાનસભામાં ધારાસભ્યે છેલ્લા પાંચ વર્ષમાં આમાંથી કેટલા કામ કર્યા એ પૂછવાનું ન ભૂલતા..
ચુંટણી છે તો પ્રચાર માટે આવશે જ.. નાગરિક ધર્મ નિભાવીએ.. !!!
2017 થી અત્યાર સુધી ધારાસભ્યે પાંચ વર્ષ દરમિયાન તમારા વિસ્તાર માટે કરેલા કામોનું એક જનપ્રતિનિધિની નૈતિક જવાબદારી અને ફરજના ભાગ રૂપે જનતાને હિસાબ આપવો જોઈએ.
– રહેણાંક સોસાયટી વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા માટે ગ્રાન્ટ વાપરી શકાય.
– વિજળીકરણ એટલે કે વિજળીની સુવિધા માટે ગ્રાન્ટ પુરી પાડી શકાય.
– કોઈપણ સ્થળે લાઈબ્રેરી-કમ-રીડીંગરૂમના બાંધકામા માટે ૭ લાખની મર્યાદામાં ગ્રાન્ટ આપી શકાય
– પ્રાથમિક શાળામાં પીવાના પાણીની ટાંકી માટે ગ્રાન્ટ આપી શકાય.
– જે ગ્રામ પંચાયતની વસ્તી પાંચહજાર કે તેથી વધુ હોય તેવી ગ્રામપંચાયતને હાથ લારી, પાવડા,તગારા, પૈડલ રિક્ષા, ઉપરાંત મીની ટ્રેકટર કે ટ્રોલી આ યાંત્રિક સાધનો લેવા માટે પાંચ લાખ સુધીની મર્યાદામાં ગ્રાન્ટ આપી શકાય.
– કોઈપણ સિવિલ હોસ્પિટલની એમ્યુલન્સ વસાવવા માટે દસ લાખની મર્યાદામાં ગ્રાન્ટ ફાળવી શકાય.
– ધારાસભ્યને મળતી કુલ ગ્રાન્ટ માંથી ફક્ત ૧૦% રકમ જ બાંકડા મુકવા માટે ફાળવી શકાય.
– શહેરી વિસ્તારોમાં કો.ઓ.હાઉસિંગ સોસાયટીઓ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, હુડકો, સ્લમ ક્લિયરન્સ
બોર્ડ વગેરે પ્રકારની રહેણાંકની સોસાયટીમાં જો ૧૨૫ ચો.મી સુધીનું બાંધકામ હોય તો રસ્તા માટે ગ્રાન્ટ ફાળવી શકાય.
– બાળક્રિડાંગણ, આંગણવાડી, મહાનગરપાલિકા, નગરપાલિકા, પંચાયત સંચાલિત સરકારી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રમતગમત અને અંગ-કસરતના સાધનો ખરીદવા એક લાખની મર્યાદા.
– સ્મશાનમાં અગ્નિદાહ આપવા માટે લાકડા આધારિત સગડી ખરીદવા માટે
.
– ગ્રામ્ય કક્ષાએ મરણ પ્રસંગે ઉપયોગમાં લેવાતી ધાતુની નનામી ખરીદવા માટે દસ હજારની મર્યાદા.
– ગ્રામ્ય વિસ્તારમાં જાહેર સ્થળે બેસવા માટે વૃક્ષ ફરતે ઓટલો બનાવવા માંટે ૫૦ હજારની મર્યાદા.
– શહેરી વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરનું બાંધકામ તેમજ તબીબી સાધનો વસાવવા માટે ૧૦ લાખની મર્યાદામાં ગ્રાન્ટ આપી શકાય.
– સરકારી આદર્શ નિવાસી શાળાઓમાં તેમજ આશ્રમ શાળાઓમાં ફર્નિચર,સાઉન્ડ સિસ્ટમ વગેરે માટે એક લાખની મર્યાદા.
– ગ્રામ પંચાયત માટે પીવાના પાણીનું વહન કરવા માટે મીની ટેંકર વસાવવા માટે ગ્રાન્ટ આપી શકાય,સામુહિક વિકાસના કામો તરીકે જિલ્લા કે તાલુકા સ્થળે પેવર બ્લોક અને કંપાઉન્ડ વોલ બનાવવા માટે તેમજ કોમ્યુનિટી હોલ બનાવવા માટે પાંચ લાખની મર્યાદા.
નોંધ : એક ધારાસભ્ય ને 1.5 કરોડની વાર્ષિક ગ્રાન્ટ (7,5000000) અને 20 કરોડ દર વર્ષે (20×5=100 કરોડ) રૂપિયા પંચાયત અને સ્ટેટ હાઇવે માટે બજેટમાં વ્યવસ્થા કરવામાં આવે છે.
તમારા વિસ્તારમાં આ બજેટનું શું થયું એ સવાલ તમે ધારાસભ્યને પૂછો.