10 દિવસમાં 2000 કિલો ઇ-વેસ્ટ કલેક્શન કરી રૂપિયા 55000 ચૂકવ્યા
પર્યાવરણને નુકશાન થાય નહી તે રીતે ઇ-વેસ્ટનો નિકાલ થાય તે માટે નિસર્ગ સાયન્સ સેન્ટર ખાતે દસ દિવસમાં 1963 કિલો ઇ-વેસ્ટ કલેક્શન કર્યું હતું.
જેમાં ઇ-કોલાઇલ કંપની દ્વારા નિયત કરેલો ભાવ મુજબ રૂપિયા 55000 ચુકવવામાં આવ્યા હતા.
ઇ-વેસ્ટનું કલેક્શન કર્યા બાદ યોગ્ય રીતે કંપનીમાં મોકલવામાં આવ્યું હતું.
દિપાવલી પર્વોમાં ઘરની સફાઇ કરીને ભંગાર કાઢવામાં આવે છે.
ત્યારે ઇલેક્ટ્રીક્સ અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓનો ભંગાર ગમે ત્યાં નિકાલ કરવામાં આવે છે.
જેને પરિણામે તેમાં રહેલા ધાતુઓને નિકાલ માટે સળગાવવામાં આવે છે.
જેને પરિણામે તેમાંથી નિકળતા ઝેરી ગેસ પર્યાવરણને નુકશાન કરે છે.
ત્યારે પર્યાવરણની યોગ્ય રીતે જાળવણી થાય તેમજ ઇ-વેસ્ટનો યોગ્ય નિકાલ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઇ-કોલી વેસ્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ કંપનીને કામગીરી સોંપવામાં આવી છે.
આથી નગરના સેક્ટર-23માં આવેલા નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા ઇ-વેસ્ટ કલેક્શન કરવામાં આવ્યું હતું.
જેમાં દસ દિવસ સુધી ઇ-વેસ્ટકલેક્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
તેમાં નગરની સેવાભાવી સંસ્થાઓએ પણ સહયોગ આપ્યો હતો.
જોકે દસ દિવસમાં ઇ-વેસ્ટનો સારો પ્રતિસાદ મળ્યો હતો.
દસ દિવસમાં ઇ-વેસ્ટનો 1963 કિલો કલેક્શન કરવામાં આવ્યું હતું.
જેમાં એલઇડી અને સીએફએલ બલ્બ, ટ્યુબ લાઇટ, કોમ્પ્યુટર, કી-બોર્ડ, માઉસ, ટીવી, એસીના રિમોટ, ઓવન, સાદા ટીવી, એલઇડી, એલસીડી ટીવી, મોનીટર, ડિઝીટલ ઘડિયાળ, મોર્ડન ફેક્સ સ્કેનર, સીપીયુ, સ્વિચ બોર્ડ, વેક્યુમ ક્લીનર, એક્સટેશન બોર્ડ, આર.ઓ.પ્લાન્ટ,
કોડલેસ ફોન અને ચાર્જર, એકવાગાર્ડ, વીસીડી પ્લેયર, વેઇટ મશીન, માઇક્રોવેવ ઓવન, કેમેરા, સીલીંગ અને ટેબલ ફેન, રેગ્યુલેટર, હિટર,
ટોસ્ટર, ફુડ પ્રોસેશર, ગીઝર, ઇસ્ત્રી, સ્પિકર સહિતની વસ્તુઓ ઇ-વેસ્ટમાં નગરવાસીઓએ જમા કરાવી હતી.
જમા કરેલી દરેક ઇ-વેસ્ટનો કંપનીએ નક્કી કરેલા ભાવની રકમ લોકોને આપવામાં આવી હતી.
દસ દિવસમાં કંપનીએ રૂપિયા 55000 રકમ ઇ-વેસ્ટ કલેક્શન કરાવનાર વ્યક્તિઓને આપવામાં આવ્યા હતા.