ગરબામાં પૂછ્યા વિના કોઈ ફોટો-વીડિયો લે તો શું કરવું? : વિદ્યાર્થિનીતાત્કાલિક માતા-પિતા, શી ટીમને જાણ કરો : હિંદુ જાગરણ મંચ
સોશિયલ મીડિયા થકી યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવી, લવ-જેહાદ, છેતરપિંડી સહિતના છેલ્લા 3 મહિનામાં શહેરમાં 40 જેટલા કેસ નોંધાયા છે.
સ્કૂલ-કોલેજોમાં અભ્યાસ કરતી છોકરીઓને સોશિયલ મીડિયાના દુરુપયોગથી કેવી રીતે બચી શકાય તે માટે હિંદુ જાગરણ મંચના નિરજ જૈન દ્વારા ‘સાઇબર સેફ ગર્લ’ નામથી અભિયાન શરૂ કકરવામાં આવ્યું છે.
અત્યાર સુધીમાં 5 સ્કૂલોમાં પહોંચીને 100થી વધારે વિદ્યાર્થિનીઓને સમજ આપી ચૂક્યા છે.
નિરજ જૈને જણાવ્યું હતું કે, અમે અત્યાર સુધીમાં હરણીની અંબે સ્કૂલ, ગેંડા સર્કલ પાસેની વિઠ્ઠલ વિદ્યાલય, ન્યૂ ઇરા ગર્લ્સ અને મહારાણી ગર્લ્સ હાઈસ્કૂલમાં વિદ્યાર્થિનીઓ સાથે સોશિયલ મીડિયા થકી થતી છેતરપિંડી વિશે સમજાવી ચૂક્યા છે.
મોટાભાગે સ્કૂલમાં વિદ્યાર્થિનીઓને આ વાતની જાણ કરીએ એટલે તેમના પ્રશ્નો પણ આવતા હોય છે.
જેમાં વિદ્યાર્થિનીઓએ પૂછ્યું હતું કે, અમારા મોબાઈલ પર વીડિયો કોલ આવે અને અમે તે વીડિયો કોલને રિસીવ કરીએ તો સામેથી બિભત્સ વીડિયો દેખાતા હોય છે
તો આ અંગે શું કરવું? બીજા પ્રશ્નોમાં વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે, ગરબામાં અમને પૂછ્યા વગર કોઈ અમારા ફોટો પાડી લે તેમજ વીડિયો બનાવી લે તો તેમાં શું કરી શકાય?
છેલ્લે સ્કૂલની બહાર પણ અસામાજિક તત્ત્વો બેસીને સ્કૂલ છૂટ્યા બાદ ફોટા પાડી લેતા હોય છે.
આ તમામ પ્રશ્નોના જવાબમાં એડવોકેટ નિરજ જૈન દ્વારા આ ઘટના અંગે ડર્યા વગર પોતાનાં માતા-પિતા, શિક્ષકને જાણ કરવી જોઈએ અથવા તો શી ટીમ, અભયમની ટીમને તાત્કાલિક જાણ કરીને આ સમસ્યાઓ સામે પહોંચી વળાય છે તેમ જણાવ્યું હતું.