અમદાવાદમાં રોજ સરેરાશ 30 હજાર વાહનને ભાડજ સર્કલ પર સિગ્નલ નહીં નડે
એસપી રિંગ રોડ પર આગામી 3 મહિનામાં શાંતિપુરા, મહંમદપુરા અને સનાથલ એમ 3 ફ્લાયઓવરનું લોકાર્પણ થવાનું છે.
આ ઉપરાંત બાકરોલ, કમોડ, પાંજરપોળ, રામોલ, નિકોલ, દાસ્તાન સર્કલ, તપોવન, શીલજ, સિંધુ ભવન ચારરસ્તા પર બ્રિજ જ્યારે ઓગણજમાં અંડરપાસ બનાવાશે.
એસપી રિંગ રોડ પર શાંતિપુરા, મહંમદપુરા અને સનાથલ સર્કલ પર 3 મહિનામાં ફ્લાયઓવર ખુલ્લા મુકાશે.
ફ્લાયઓવરનું લોકાર્પણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે ભાડજ સર્કલ પર બનેલા ફ્લાયઓવરનું લોકાર્પણ કરશે.
સિક્સ લેનનો આ બ્રિજ 27 મીટર પહોળો છે અને 73.38 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.
ભાડજ સર્કલ અત્યાર સુધી એસપી રિંગ રોડ પર સૌથી વધુ ટ્રાફિક ધરાવતું સર્કલ હતું.
બ્રિજ બન્યા પછી રોજના 21 હજાર ભારે વાહન સીધા જ ફ્લાયઓવર પરથી નીકળી જશે.
અમિત શાહ આજે સરખેજમાં ગરીબ આવાસ સહિત 239 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ-ઈ ખાતમુહૂર્ત કરશે
- સવારે 8:40 કલાકે સાયન્સ સિટી ભાડજ પાસે ઓવરબ્રિજનું લોકાર્પણ
- 9:30 કલાકે વિરોચનનગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સમાજ વાડીનું લોકાર્પણ
- 10:00 કલાકે સાણંદના વિરોચરનગરના મેલડી માતાજીના પૌરાણિક મંદિરમાં દર્શન
- 10:45 કલાકે સાણંદ જીઆઇડીસીમાં ઈએસઆઈ સંચાલિત હોસ્પિટલનું ખાતમૂર્હૂત
- 1:45 કલાકે એપીએમસી બાવળામાં અમદાવાદ જિલ્લાના નળકાંઠાના ખેડૂતોનું સંમેલન
- 3:15 કલાકે સાઉથ વેસ્ટ ઝોનની કચેરીનું લોકાર્પણ, 2140 EWSનું ખાતમૂર્હૂત