વીજળીનો વાયર નીચે પડતાં શેરડીના ખેતરમાં આગ લાગી
કરજણ તાલુકાના હદોડ ગામે ખેતીમાં આપવામાં આવતી વીજળીના પુરવઠાની વીજ લાઈનો નીચી હોવાના કારણે શેરડીના ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનનો વાયર એકદમ નીચો હોવાના લીધે શેરડીના ખેતરમાં આગ લાગી હતી.
જેને લઇને ખેડૂતોને બે વીંગાના શેરડીના ખેતરનો પાક બળી જવા પામ્યો હતો.
જેને લઇને ખેડૂતે તાત્કાલિક કરજણ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે આવીને આગ ઓલવવાની તજવીજ હાથ ધરી હતી.
આગ લાગવાથી ખેડૂતને એક લાખ રૂપિયા જેટલું નુકસાન થવા પામેલ છે.
જ્યારે વિજ કંપનીના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.
કરજણ તાલુકાના કરજણ ઉમજ રોડ ઉપર આવેલ હદોડ ગામ ખાતે રહેતા ખેડૂત અશોકભાઈ પટેલ બે વિઘા ખેતીની જમીનમાં શેરડીનું વાવેતર કર્યું હતું.
જેમાં શેરડીનો પાક મોટો થતાં શેરડીના ખેતરમાંથી પસાર થતા વીજ લાઈન એકદમ નીચે હોવાથી વીજ લાઈન શેરડીના પાકને અડી જવાથી શેરડીના ખેતરમાં એકદમ આગ લાગી જવા પામી હતી.
જેથી આગને કાબૂમાં લેવા માટે ખેડૂતે તાત્કાલિક કરજણ નગર પાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
કરજણ નગરપાલિકાનું ફાયર બ્રિગેડ ખેડૂતના ખેતરે આવીને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.
પરંતુ ખેડૂતને શેરડીનો પાક બળી જવાથી અંદાજે એક લાખ રૂપિયા જેટલું નુકસાન થવા પામ્યું હતું.
કરજણ તાલુકામાં ખેતીમાં અપવમાં આવતી વીજળી ના વાયરો અનેક જગ્યાએ નીચે નામી પડેલ હોય જેના લીધે ખેડૂતોને અકસ્માતનો ભય સતાવે છે.