નવરાત્રી નજીક આવતાં માતાજીના સ્થાપના માટેની ગરબીઓ તૈયાર

વર્ષોથી પોતાના બાપદાદાનો વ્યવસાય કરતા પ્રજાપતિ પરિવાર નવરાત્રી નજીક આવતા જ પોતાના ચાકડા ઉપર નવા ગરબા માટેના કુંભ તૈયાર કરીને એની પર અલગ અલગ કલરથી સુશોભિત કરીને કરજણ બજારમાં માતાજીની સ્થાપના માટેના ગરબીનું વેચાણ કરવા માટે બેસે છે.
કરજણ નવા બજાર જલારામ ચોકડી ખાતે આવેલ પ્રજાપતિ પરિવાર દ્વારા ઘણા વર્ષોથી બાપદાદાનો વ્યવસાય કરે છે.
અને વર્ષોથી ઘડા અને તેમાટલા બનાવવાનું વ્યવસાય સાથે સંકળાયેલા છે.
જ્યાં દર વર્ષે નવરાત્રી નજીક આવતા જ રનવરાત્રી માટેના વિવિધ કલરના ગરબાઓ બનાવીને એમાં કાણા પાડીને કલર પૂરીને સુશોભિત કરવામાં આવે છે.
સાથે સાથે દિવાળી માટે દીવડા કરવા માટે કોળિયાં પણ બનાવે છે.
અને ગરબાઓ તૈયાર થયા પછી કરજણ બજારમાં લારીમાં લઈને વેચવામાં આવતા હોય છે.
આમ આજના આધુનિક જમાનામાં પણ પોતાના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રજાપતિ પરિવાર પોતે હાથે જ ગરબા બનાવી કલર કામ કરીને માતાજીની સ્થાપના માટે ગરબી બનાવે છે.