યુનાઇટેડ વેના ગરબા રમવા યુવતી અમેરિકાથી વડોદરા આવી, આખું ગ્રૃપ LED લાઇટની પાઘડીથી સજ્જ
વડોદરાના અટલાદરા ખાતે એમ.એમ.પટેલ ફાર્મમાં આયોજીત યુનાઇટેડ વેના ગરબામાં રમવા માટે અમેરિકાથી એક યુવતી ખાસ વડોદરા આવી છે.
તેમજ તેમનું સમગ્ર ગ્રૃપ LED લાઇટથી સજ્જ પાઘડી પહેરી ગરબે ઘૂમતા સૌ કોઇનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
અમેરિકામાં આવી મજા ન આવે
મૂળ વડોદારની અને અમેરિકાના ન્યૂયાર્કમાં ડાયમંડ કંપનીમાં જોબ કરતી ઝંખના ભાવિક કુમાર શાહે જણાવ્યું હતું કે, વડોદરાની નવરાત્રિમાં અતુલદાદા જે ગાય છે
તેવી અમેરિકામાં મજા ન આવે. અહીંયા જે ખેલૈયા અને ગ્રૃપનો જે જોશ હોય, લાઇટિંગ હોય તેની ખૂબ જ મજા આવે છે.
અમારું સ્કૂલ અને કોલેજના સમયથી ગ્રૃપ છે.
અમે બધા LED લાઇટથી સજજ પાઘડીઓ પહેરીને આવ્યા છીએ.
કોરોનામાં અમે નવરાત્રિ અને અતુલ દાદાને ખૂબ યાદ કર્યા.
બે વર્ષ બાદ આખરે અમે ગરબે રમી શક્યા છીએ.
કંઇક નવું કરવા LED લાઇટ લગાવવાનું વિચાર્યું
વડોદરાના ભાવિક પટેલે જણાવ્યું હતું કે, અમે ઘણા વર્ષોથી યુનાઇટેડ વેના ગરબામાં આવીએ છીએ.
તેથી આ વખતે વિચાર્યું કે કંઇક નવું કરીએ. અમારા ગ્રૃપમાં વિચાર આવ્યો કે આ વખતે LED લાઇટથી સાફા અને પાઘડીમાં ડેકોરેશન કરીએ.
અમારા ગ્રૃપમાં એન્જીનિયર્સ છે તો અમે આ આઇડિયા વિચાર્યો અને તેને ઇમ્પલીમેન્ટ કર્યો.
ગ્રૃપના સભ્યોના નામ
ઝંખના શાહ, રશ્મી સેવક, માલવ સેવક, ભૂમિકા પટેલ, ભાવિક પટેલ, ધ્રુવ પ્રજાપતિ, ધારા પટેલ, મિહિર પટેલ, નિધિર પટેલ, તપન પટેલ, આકાંક્ષા મિસ્ત્રી.