ધી કપડવંજ પીપલ્સ કૉ.ઓપરેટિવ બેંક લિમિટેડની સામાન્ય સભા યોજાઈ
આ સભામાં તેઓએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આપણી બેંક પાસે 19 કરોડ 8 લાખ ડિપોઝિટ છે, અને તેની સામે 9 કરોડ 30 લાખનું ધિરાણ છે.
અને આ બેંક સંપૂર્ણપણે ગામના વિકાસમાં સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર સાથે આગળ વધી રહી છે.
આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, આપણા દેશમાં સૌ પ્રથમ વખત સહકારી ક્ષેત્ર માટેનું અલગ મંત્રાલય કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.
અને તેનો સ્વતંત્ર હવાલો અમિત શાહ પાસે છે, તે આપણા સૌના માટે ગૌરવ રૂપ છે.
આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્ર “સૌનો સાથ અને સૌનો વિકાસ” અન્વયે સમગ્ર દેશમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે.
તેમાં આપણી બેંકે 62 વર્ષ પૂર્ણ કરી ઘણી જ પ્રગતિ કરી છે. બેંકના હાલ 11,951 સભાસદ છે.
અને તેની સામે 49,28,375 શેર ભંડોળ છે, એ ગૌરવની બાબત છે.
આગામી સત્ર માટે બેંકના નવા વરાયેલા બોર્ડ ઓફ ડિરેક્ટરની જાહેરાત કરવામાં આવી હતી.
તેમાં જયેશ સી. પટેલ, કેશા આર. પટેલ, કમલેશ એન. શાહ, પંકજ આઇ.શાહ, મુકેશ જે વૈદ્ય, ભગવત એસ. પટેલ, નવીન એમ. પટેલ, બીપીન બી. પરમાર, જયકુમાર એ. ત્રિવેદી અને મંજુલા એચ. રાજગોરના નામોની જાહેરાત કરવામાં આવી હતી.
સમગ્ર સભાનું સંચાલન બેંકના મેનેજર દીપક સી. શાહે કર્યું હતું.
તો આ સાથે જ બોર્ડ ઓફ ડિરેક્ટરની મળેલી મિટિંગમાં ચેરમેન તરીકે જયેશ સી. પટેલ, વાઇસ ચેરમેન કમલેશ એન. શાહ મેનેજિંગ ડિરેક્ટર કેશા એ. પટેલ, અને શાખ કમિટી ચેરમેન મુકેશ જે. વૈદ્યની વરણી કરવામાં આવી હતી.