મહીસાગર જિલ્લામાં ફક્ત એક જ કરૂણા એમ્બ્યુલન્સ; છતાં 4830 અબોલા પશુઓને સારવાર આપી આશીર્વાદ રૂપ સાબિત થઈ
મહીસાગર જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ફક્ત એક જ છે
તેમ છતાં 5 વર્ષમાં 4830 અબોલ પશુઓ માટે તે સંજીવની જડિબુટ્ટી સમાન સાબિત થઇ છે.
મહિસાગર જિલ્લાના શહેરી વિસ્તાર માટેની આરોગ્ય સંજીવની જડિબુટ્ટી એટલે GVK EMRIની કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962.
આ સેવાને આખા ગુજરાતમાં 5 વર્ષ પૂર્ણ થયાં, આ 5 વર્ષમાં અબોલ, બિનવારસી અને નિરાધાર પશુઓની નિઃશુલ્ક સારવાર કરી 4830 પશુ અને પક્ષીઓને સારવાર આપવામાં આવી છે.
આ નિમિત્તે જિલ્લા પંચાયત પશુપાલન કચેરી દ્વારા કરૂણા એમ્બ્યુલન્સના વેટરનરી ડો. રવિ પટેલ સાથે તેમના પાયલોટ ઉપેન્દ્રસિંહ ચૌહાણ
અને પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર ચિરાગભાઈ સોલંકી અને જિલ્લા પશુપાલન નાયબ નિયામક (ઘ.મ.વિ.ગ) ડો. જે.એમ પટેલ, ડો. હસમુખભાઈ જોશી અને
બાકી તમામ સભ્યોની ઉપસ્થિતિમાં 5 વર્ષ પુરા થયાની ઉજવણી કરવામાં આવી હતી.