નપાણિયું તંત્ર : કલાલી, બિલ સહિત 1 હજારથી વધુ પરિવારો દોઢ વર્ષ સુધી પાણી વિહોણા રહેશે
નિરવ કનોજિયા
શહેરનો વ્યાપ વધારાયો છે, પણ લોકોને પાયાની સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ નિવડ્યું છે. 1 વર્ષમાં 4 ઝોનમાંથી 6875 પરિવારે પાણીની લાઈનનું કનેક્શન માગ્યું છે.
જેમાં પશ્ચિમમાં સમાવિષ્ટ કલાલી, બિલ, ભાયલી, ઉંડેરા સહિતના વિસ્તારના 1709 મકાનો પણ છે.
જોકે પાણીની લાઈનના નેટવર્કને અભાવે 1 હજારથી વધુ મકાનોને દોઢ વર્ષ સુધી પાણી નહિ મળે.
2021ના જૂનમાં ભાયલી, બિલ, સેવાસી, વેમાલી, વડદલા, ઉંડેરા અને કરોડિયાનો સમાવેશ કરાયો છે.
1 વર્ષમાં પશ્ચિમ વિસ્તારના સમાવિષ્ટ વિસ્તારમાંથી કનેક્શન માટે 21 સોસાયટીના લોકોએ અરજી કરી છે.
જ્યારે પૂર્વ, ઉત્તર, દક્ષિણની 46 સોસાયટીએ કનેક્શન માગ્યાં છે. જેમાં 19 સોસાયટીને જ મંજૂરી અપાઇ છે.
સિંધરોટના પ્રોજેક્ટ બાદ દક્ષિણમાં અરજી વધી
દક્ષિણ વિસ્તાર માટે સિંધરોટ પાણી પુરવઠા યોજના શરૂ થતાં સમસ્યાનો અંત આવ્યો છે.
એક જ વર્ષમાં 15 સાઈટનાં 2579 મકાનોમાં કનેક્શન મેળવવા અરજી કરાઈ છે. જેમાંથી 1ને મંજૂરી અપાઈ છે.
કયા ઝોનમાં કેટલાં કનેક્શન માગ્યાં?
પૂર્વ : સાહિત્ય ગ્રીન, શ્રીજી વંદન, વ્રજ એવન્યુ, સુંદરમ આઈકોન, સ્ટાફ ક્વાર્ટર્સ, રાજ રેસિડેન્સી, ગ્લેડ સેન્ટ્રમ, સવાદ, સિદ્ધનાથ પ્રાઇમ, શ્રી સરદાર સરકારી ન.લિ., આવાસ યોજના વોર્ડ 9.
પશ્ચિમ : રોયલ સ્ટ્રીટ, પાર્ક રોયલ, રોયલ ક્રેસ્ટ, આર્ના બુલેવર્ડ 1-2, શ્રીનાથ શાલીગ્રામ, વિક્ટોરિયા ગ્લોરી, ઓરોવીલા, દર્શનમ ક્લબ લાઈફ.
ઉત્તર : સંસ્કૃતિ સોસાયટી, શિવાય, અભિષેક ઓરા, શાંતનુ ગ્રીન, રોયલિસા, ધ લેન્ડમાર્ક, કાન્હા સ્કાય, અગોરા સિટી સેન્ટર, રત્નમ ઓરા.
દક્ષિણ : દર્શનમ પર્લ, આગમન, દિયા ગ્રાન્ડ, ડ્રીમ આત્મન2, સ્કાય મેમરીઝ, પાર્થ સોલિટેર, સમન્વય સ્કીવંસ, સ્પર્શ, ઓરો હાઇટ્સ, સિલ્વર વુડ, સમૃદ્ધિ વિલા-રેસિડેન્સી, અવધ રેસિકોમ.
નવા વિસ્તારોને પાણી મળે તેનું કામ ઝડપથી ચાલુ છે
સિંધરોટ યોજના શરૂ કરી છે. બ્લેક આઉટ વિસ્તારમાં સાથે નવા અને જૂના વિસ્તારમાં પાણી આપવાનું કામ ચાલુ છે.
લોકો પાણીથી વંચિત ન રહે તે માટે પાલિકા કટિબદ્ધ છે.
> ડો. હિતેન્દ્ર પટેલ, અધ્યક્ષ, સ્થાયી સમિતિ