બાયડમાં પ્રથમવાર LCD લગાવી અનેક ગામોમાં નવરાત્રીનું લાઈવ પ્રસારણ કરાશે

પ્રતીકાત્મક તસવીર:બાયડમાં પ્રથમવાર LCD લગાવી અનેક ગામોમાં નવરાત્રીનું લાઈવ પ્રસારણ કરાશે

બાયડમાં પ્રથમવાર LCD લગાવી અનેક ગામોમાં નવરાત્રીનું લાઈવ પ્રસારણ કરાશે

પ્રતીકાત્મક તસવીર:બાયડમાં પ્રથમવાર LCD લગાવી અનેક ગામોમાં નવરાત્રીનું લાઈવ પ્રસારણ કરાશે
પ્રતીકાત્મક તસવીર:બાયડમાં પ્રથમવાર LCD લગાવી અનેક ગામોમાં નવરાત્રીનું લાઈવ પ્રસારણ કરાશે

 

 

સમગ્ર ગુજરાત સાથે અરવલ્લી જિલ્લામાં પણ આગામી તારીખ 26થી શરૂ થતી નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

ત્યારે નવલા નોરતાની ઉજવણી માટે જિલ્લામાં અનેક સ્થળે નવરાત્રિના આયોજન કરવામાં આવ્યા છે.

અરવલ્લી જિલ્લામાં નવરાત્રી મહોત્સવનું આકર્ષણ મોડાસાના અનેક પાર્ટી પ્લોટોમાં રહેતું હતું

પરંતુ બાયડ ખાતે પ્રથમવાર એલસીડી સ્ક્રીન તથા અનેક ગામોમાં લાઈવ પ્રસારણ સાથેની નવરાત્રીનું આયોજન ને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

બાયડ ખાતે શરણાઈ નવરાત્રી મહોત્સવના લાલાભાઇ પટેલ, જીકેશ પટેલ, ચિરાગ પટેલ પાસેથી મળેલ વિગત મુજબ બાયડ શહેરમાં અનેક સ્થળે નવરાત્રીનું આયોજન થયું છે.

ત્યારે બાયડ ગામ પરબડી ચોક, સ્વામિનારાયણ સોસાયટી, વિવેકાનંદ સોસાયટી, ઘનશ્યામ નગર સોસાયટી,

આંબેડકર નગર, જૂના બસ સ્ટેન્ડ માતાજી ચોક જેવા અનેક સ્થળે નવલી નવરાત્રીના કામકાજને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

ત્યારે શરણાઈ નવરાત્રી મહોત્સવ દ્વારા અનોખું આકર્ષણ ઊભું કરવામાં આવી રહ્યું છે.

મહિલાઓ માટે પણ આ મહોત્સવમાં અલાયદી સિક્યુરિટી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

વિશાળ એલસીડી સ્ક્રીનો અનેક ગામોમાં લાઈવ પ્રસારણ યોજવામાં આવનાર છે.

અનેક લોકપ્રિય ગાયકો બાયડ ખાતે ઉપસ્થિત રહેવાના છે.

બાયડના શરણાઈ નવરાત્રી મહોત્સવને પણ આખરી ઓપ અપાઈ રહ્યો છે.

ત્યારે નવ દિવસ આ પર્વને લઈ બજારમાં ખરીદી માટે ભીડ ઉમટી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp