મોડાસા પંથકમાં અકસ્માતની વધુ ઘટના, ધનસુરાના વડાગામ પાસે બાઇક અને ટેમ્પો વચ્ચે અકસ્માતમાં બાઇક સવાર યુવકનું મોત
હાલ વાહનચાલકોની વધતી જતી રફતારના કારણે અસંખ્ય આશાસ્પદ યુવાનોના મોત નિપજ્યાના સમચાર સામે આવી રહ્યાં છે.
ત્યારે ધનસુરાના વડાગામમાં ટેમ્પો અને બાઇકના અકસ્માતમાં 1 નું મોત નીપજ્યું હતુ.
ધનસુરાના વડાગામમાં એક બાઇક સવાર પસાર થતો હતો.
તેવામાં આગળ જતા એક ટેમ્પો ચાલકે અચાનક બ્રેક મારતા બાઇક સવાર યુવક બાઇક સાથે ટેમ્પોમાં ગુસ્યો હતો.
અકસ્માત એટલો વિચિત્ર હતો કે બાઇક સવાર બાઇક સાથે ટેમ્પોની ડિઝલની ટેન્ક હોય છે
તેમા બાઇક સાથે ફસાયો હતો. આસપાસના તમામ લોકો ઘટના સ્થળે આવી પહોંચ્યા અને બાઇક સવાર યુવકને બાઇક સાથે બહાર કાઢ્યો હતો.
જો કે તરફળિયા મારતો આ યુવક સારવાર મળે એ પહેલાં જ મોત ને ભેટ્યો હતો.
સમગ્ર ઘટના બાબતે ધનસુરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી
અને મૃતક બાબતે તેની ઓળખના પ્રયત્નો હાથ ધર્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ મૃતક માલપુર તાલુકાનો હોવાનું બહાર આવ્યું છે.