વરઘોડા સાથે ફૂલોનો વરસાદ કરી ડીજેના તાલે આપ્તજનો જુમ્યા, નવા આવેલા પીઆઇને પણ આવકાર્યા
કોઈપણ વ્યક્તિ પોતાની ફરજ પર હોય ત્યારે ફરજ દરમિયાન કેવી કામગીરી કરી તેની ખબર તેની વિદાય સમયે પડે છે.
ત્યારે ભિલોડા પીઆઇ એમ. જી. વસાવાની બદલી થતા સ્ટાફ સહિત વેપારીઓ, રાજકીય અગ્રણીઓ સહિત તમામ સામાજિક આગેવાનો દ્વારા ભવ્ય વિદાય આપવામાં આવી હતી.
સાથે નવા આવેલા પીઆઇને પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
પીઆઇએ તાલુકાની જનતાનો આભાર માન્યો
પીઆઇ એમ. જી. વસાવા પોલીસ સ્ટેશનમાંથી નીકળ્યા કે તરત જ મહિલાઓ, બાલિકાઓ અને સ્ટાફ મેમ્બર દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી.
વિદાય લેતા પીઆઇ અને નવા આવેલા પીઆઇ ગરાસિયાને પણ આવકાર્યા હતા.
સ્ટાફના માણસોએ એમ. જી. વસાવાને ખભે બેસાડી નચાવ્યાં હતાં.
ગામ અગ્રણીઓએ વિદાય લેતા પીઆઇને ઘોડે બેસાડી ડીજેના તાલે વરઘોડો કાઢ્યો હતો. આ વરઘોડો પોલીસ ક્વાર્ટસ પહોંચ્યો હતો
અને ત્યાં સમારંભ યોજાયો હતો. સમારંભમાં પીઆઇની કામગીરીની પ્રસંશા કરી હતી
અને વિદાય ભેટ અર્પણ કરી હતી. તે વખતે પીઆઇ ભાવુક થયા હતા અને તાલુકાની જનતાનો આભાર માન્યો હતો.