મોડાસામાં સુરત અને રાજકોટથી આવતી બંને એસટી બસોને ગામ સુધી લંબાવાઇ

મોડાસા શહેરમાં રાત્રે આવતી લાંબા રૂટ ની એસટી બસ મોડાસા ગામ વિસ્તાર અને સોસાયટી વિસ્તારમાં થઈને બસ સ્ટેશનમાં આવે
તે માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાતાં મુસાફર જનતાની માગણીને ધ્યાનમાં રાખી એસટી વિભાગ દ્વારા રાત્રે સુરતથી મોડાસા આવતી એસટી બસ અને રાજકોટથી મોડાસા આવતી બંને એસટી બસોને મોડાસા ગામમાં થઈ સોસાયટી વિસ્તાર થઈ અને બસ સ્ટેશન સુધી પ્રથમ નોરતાથી શરૂઆત કરાતાં મુસાફર જનતામાં આનંદની લાગણી છવાઈ છે.
મોડાસામાં જે રીતે સવારે મોડાસા થી ઉપડતી એસ.ટી. બસ મોડાસા ગામમાં થઈ સોસાયટી વિસ્તારમાં થઈ બસ સ્ટેન્ડ આવે છે
તે જ રીતે મોડી રાત્રે મોડાસા આવતી એસટી બસ મોડાસા ગામ અને સોસાયટી વિસ્તારમાં થઈને બસ સ્ટેશન આવે તે માટે મુસાફર જનતાની ઘણા લાંબા સમય માગણી ઉઠી હતી
સૌથી વધુ મહિલા મુસાફરોની માગણીને ધ્યાનમાં લઇ વિભાગીય નિયામક એચ. જે. ગોસ્વામી ડેપો મેનેજર હર્ષદભાઈ પટેલ તથા સામાજિક કાર્યકર જયેશભાઈ કામરાજના પ્રયત્નોથી નવરાત્રિના પ્રથમ નોરતા થી અને માં અંબાના આશીર્વાદ સાથે સુરતથી રાત્રે મોડાસા 9:55 તથા રાજકોટ થી મોડાસા 10:15 કલાકે આવતી એસટી બસ મોડાસા ગામમાં થઈ સોસાયટી વિસ્તાર થઈ બસ સ્ટેન્ડ આવશે.
જેનાથી રાત્રે મુસાફરી કરતાં મુસાફરોને પડતી મુશ્કેલીઓમાં ઘટાડો થતાં શહેરીજનો અને આસપાસના વિસ્તારના મુસાફરોમાં આનંદની લાગણી છવાઈ છે.