મેઘરજમાં સોનીની દુકાનમાં જોવાના બહાને મોઢામાં ચુની નાખી ઉઠાંતરી કરતી મહિલા ગેંગને પોલીસે ઝડપી પાડી
મેઘરજ નગરમાં એક સોનીની દુકાને બે મહિલાઓ સોનાના દાગીના લેવાના બહાને પ્રવેશ કરી સોનાની ચુનીનું બોક્ષ હાથમાં લઇ ચુનીઓ જોતી હતી.
દુકાનમાંથી સહેજ સોની વેપારીની નજર ચૂક થઈ કે તરત જ એક સોનાની ચુની લઈ સહેજ વારમાં મોઢામાં મૂકી દીધી હતી.
સમગ્ર બાબતે સોની વેપારીને શક જતા દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કરતા બે મહિલાઓ માની એક મહિલા ચુની મોઢામાં મુકતા સ્પષ્ટ જોઈ શકાય છે.
આ બાબતે સોની વેપારીએ મેઘરજ પોલીસ સ્ટેશનમાં જઈ પોતાની ફરિયાદ નોંધાવી હતી.
જેથી પોલીસે વેપારીની ફરિયાદ લઈ સીસીટીવી આધારે તપાસના ચક્રોગતિમાન કર્યા હતાં.
જેમાં પોલીસે ચોરી કરનાર મહિલાને ઝડપી પાડી હતી
અને આગળની તપાસ હાથ ધરી છે.