મોરબીમા જશને ઈદે મિલ્લાદુન નબીના તહેવાર નિમિતે રાજમાર્ગો પર વાજતે ગાજતે ભવ્ય ઝુલુસ નીકળ્યુ હતુ
હઝરત મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસની ખુશીમા ઠેર ઠેર નાસ્તો ઠંડા પીણાના ન્યાઝનુ વિતરણ કરાયુ
વિયો- મોરબી સુન્ની મુસ્લીમ સમાજના શહેર ખતીબ અબ્દુલ રશીદમીંયાબાપુ કાદરીની આગેવાની હેઠળ જશને ઈદે મિલ્લાદુનનબીના ખુશીના તહેવાર નિમિતે વાજતે ગાજતે ભવ્ય ઝુલુસ કાઢવામા આવ્યુ હતુ
હઝરત મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસની ખુશીમા વીસીપરા મકરાણીવાસ સહિતના મુસ્લીમ વિસ્તારોમા એકાવન કિલ્લોના કેક કાપીને ઉલ્લાસભેર ઉજવણી કરવામા આવી હતી
આ ખુશીના પ્રસંગે મુસ્લીમ મોહલ્લાઓ કલાત્મક રોશનીથી શણગારવામા આવ્યા હતા
અને બાર દિવસ સુધી વાયેઝ અને ન્યાઝ શરીફ રાખવામા આવ્યુ હતુ
ત્યારે મોરબીના રાજમાર્ગો પર ડીજેના તાલે વિશાળ ઝુલુસ કાઢવામા આવ્યુ હતુ
ઝુલુસ દરમ્યાન ઠેર ઠેર ચા નાસ્તો અને અવનવી વાનગી સહીત ઠંડા પીણાનુ વિતરણ કરવામા આવ્યુ હતુ
આ ઝુલુસમા ટ્રાફિક સમસ્યા હલ કરવા અને શાંતી સલામતી જળવાઈ રહે તેવા હેતુથી મોરબી એ ડીવીઝન પી.આઈ પંડયા એસ.ઓ.જી.ટીમ એલસીબી ટીમ સહિત પોલીસ જવાનો ખડેપગે રહયા હતા
તેમજ નગરપાલીકા સ્ટાફ ટીમ પણ ખડેપગે રહી હતી આ ઝુલુસમા મોરબી શહેર ખતીબ અબ્દુલ રશીદમીંયા બાપુ કાદરી સહિત આલે રસુલ ઉપસ્થિત રહયા હતા
તેમજ મોરબી મુસ્લીમ સમાજના અગ્રણીઓ ગુલામભાઈ પીલુડીયા- ફારુકભાઈ કચ્છી..હાજીસાહેબ કાશવાણી સહિતના આગેવાનોએ હાજરી આપી શાંતી સલામતી જાળવી રાખવા જહેમત ઉઠાવી હતી
બાઈટ- ગુલામભાઈ પીલુડીયા- મુસ્લીમ સમાજ પ્રમુખ મોરબી