ધનસુરાના શરદ બારોટનો અનોખો સેવાધર્મ; જરૂરિયાત મંદ, અપંગ બાળક શિક્ષણથી વંચિત ના રહે માટે બાળકને દત્તક લે છે

કોઈપણ વ્યક્તિ-મનુષ્ય જન્મને સાર્થક બનાવવા કોઈને કોઈ સિદ્ધાંતો જીવનમાં અપનાવી તે સિદ્ધાંતને અનુસરી સેવા ધર્મ બજાવતો હોય છે.
ત્યારે ધનસુરાના આકરૂન્દ ગામના શરદ બારોટ પણ આવી જ સેવાની ભેખ લઈ નીકળ્યાં છે.
ધનસુરાના આકરૂન્દ ગામે રહેતા શરદ બારોટ જન્મથી જાણે સંકલ્પ લઈને પોતાનું કર્તવ્ય નિભાવતા હોય તેમ તેઓ પોતે ભણી-ગણીને મોટા થયા.
પોતાના મૂળ વ્યવસાય ખેતીની સાથે પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે.
તેમના જીવનમાં એક ધ્યેય નક્કી કરી બેઠા હતા કે, મને આ મનુષ્ય અવતાર મળ્યો છે.
તો એને વ્યર્થ ના કરી કોઈને કોઈ રીતે બીજાને મદદરૂપ થાઉં.
ત્યારે શરદ બારોટે નક્કી કર્યું કે, મારી ખેતીની આવક અને મારી નોકરીની આવકમાંથી અમુક દ્રવ્ય અનાથ અને જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ માટે વાપરીશ અને કોઈપણ બાળક પોતાની જરૂરિયાતની ચીજ-વસ્તુઓથી વંચિત ન રહે
તે માટે મારી પોતાની આવકમાંથી એવા અનાથ બાળકો માટે નાણાં ખર્ચી એક સાચી સેવા નિભાવીશ.
તે મુજબ તેઓએ ગામના જ એક અનાથ બાળકને દત્તક લીધું અને તેંની દેખરેખ શરૂ કરી અને પોતાના નક્કી કરેલા સેવાકર્મની શરૂઆત કરતા અન્યને અર્પણ પ્રેરણા મળે એવું કાર્ય કર્યું છે.