ત્રીજા નોરતે મોડાસાના કલ્યાણ ચોકમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા; કોરોનામાં ઘરમાં પૂરાયેલા લોકોએ બે વર્ષનું સાટું વાળ્યું
કોરોનાના બે વર્ષ બાદ આજે ત્રીજા નોરતે માં ચંદ્રઘંટા જાણે રૂબરૂ ગરબે ઘુમવા આવ્યા હોય
એમ મોડાસાના કલ્યાણ ચોક નવરાત્રી મહોત્સવમાં અનેરા ઉત્સાહથી ખેલૈયાઓ ગરબે ઝૂમ્યા હતા.
ખાસ નાના બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
બે વર્ષ બાદ આજે માતાજીના ત્રીજા નોરતે આટલી ભીડ જોવા મળી છે,
ત્યારે અબાલ વૃદ્ધ સૌ કોઈ અલગ અલગ સ્ટાઇલથી અને સ્ટેપથી ગરબે ઘુમ્યા હતા.