મહિસાગર : ખાનપુર તાલુકા ના પાંડરવાડાના મોદી ફળિયા માં અજગર દેખાતા..
મહિસાગર જીલ્લા ના ખાનપુર તાલુકા ના પાંડરવાડા ગામે
રાત્રિ ના 10:30 ના કલાકે પાંડરવાડા ના મોદી ફળિયા માં અંદાજિત
30 કિલો વજન ધરાવતો અને 9 ફૂટ લંબાઈનો અજગર દેખાતા
ગામમાં અજગર જોવા ટોળું ભેગું થયું હતું..
ત્યારે ખાનપુર રેન્જના આર.એફ.ઓ શ્રી ડી. વી. સોલંકી જાણ કરતા
બાકોર રાઉન્ડ સ્ટાફ તાત્કાલિક વન વિભાગ ના સ્ટાફ શ્રી દિલીપભાઈ ડામોર,
કાળુભાઇ ડામોર,અને શ્રીમતી ઝીનન્ત બેન મનસુરી તાત્કાલિક બચાવ સાધનો લઈ સ્થળ પર આવી
40 મિનિટ જેટલી ભારે જેહમત બાદ અજગર રેસક્યું બચાવ કામગીરી કરી
અજગરને સલામત જગ્યાએ જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડવામાં આવ્યો..