ગામડીમાં પાક જોવા ગયેલી વ્યક્તિ પર તલવારથી હુમલો
ગામડીમાં ખેતરમાં કરેલો મકાઇનો પાક જોવા ગયેલા વ્યક્તિને તુ અહીયા કેમ આવ્યો તારા બાપનુ અહીયા શુ લૂટાય છે કહી તલવારથી હુમલો કરતાં હાથની આંગડીઓ ઉપર ઇજા કરી હતી.
ગામડીના મગનભાઇ ભુરીયા ખેતરમાં કરેલો મકાઇનો પાક જોવા ગયા હતા.
તે વખતે વાલુ ભુરીયા તલવાર લઇ મગન પાસે આવી કહ્યું કે તુ અહી કેમ આવ્યો છે.
તારા બાપનુ અહીયા શુ લુટાય છે. તેમ કહેતાં મગને જણાવેલ કે આ જમીન બાપદાદા વખતની અમારા ભાગે મળેલ છે.
જેમાં અમો ખેતી કરેલ અને અમોને અમારા ખેતરમાં કેમ આવવા દેતા નથી તેમ કહેતા વાલુ મનીયા જમીન અમારી છે
તેમ કહી ઉશ્કેરાઇ ગાળો બોલ્યો હતો. જેથી ગાળો બોલવાની ના પાડતાં તલવાર વડે હુમલો કરતાં મગનને હાથની આંગણીઓ પર ઇજા થઇ હતી.
આ દરમિયાન મગને બુમાબુમ કરતાં લોકો આવી જતાં વાલુ જાનથી મારવાની ધમકી આપી નાસી ગયો હતો.
આ સંદર્ભે મગનભાઇ દલસિંગભાઇ ભુરીયાએ હુમલાખોર વિરૂદ્ધ ચાકલિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.