દાહોદ ક્ષય વિભાગના કર્મીઓએ ગરબા કરીને વિરોધ પ્રદર્શન કર્યું

પ્રતીકાત્મક તસવીર:દાહોદ ક્ષય વિભાગના કર્મીઓએ ગરબા કરીને વિરોધ પ્રદર્શન કર્યું

દાહોદ શહેરમાં ક્ષય વિભાગનાં કરારી કર્મીઓ વિવિધ માગણીઓને લઇને છેલ્લા સાત દિવસથી હડતાળ ઉપર ઉતરેલા છે.

કર્મચારીઓ દ્વારા આવેદનો પણ આપવામાં આવ્યા હતાં.

સોમવારે સવારે દસ થી બાર વાગ્યાના સમય ગાળામાં કર્મચારીઓએ જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે માં અંબેનુ સ્થાપના પૂજન કરી નારી શક્તિના પૂજન સહ ગરબા કરી પોતાની પડતર માંગો બાબતે માં અંબેને પ્રસન્ન થવા આહ્વાન કર્યુ હતું.

મંગળવારે કર્મચારીઓ દ્વારા રકતદાન શિબિર , બુધવારે અને ગુરુવારે ધરણા પ્રદર્શન સહુનાં કાર્યક્રમો, શુક્રવારે પુનઃગરબા અને શનિવારે જિલ્લા વાઇઝ સ્થાનિક રીતે ધરણા તેમજ યોગ્ય અહિંસક કાર્યક્રમો આપશે.

2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે મહાત્મા ગાંધીનાં પૂજન સાથે સત્યનાં પ્રયોગોનું વાંચન અને પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવું આવેદનમાં જણાવાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp