મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી ચારેકોર ધુમ્મસ છવાયું, વિજયુબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ

મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે.
વાતાવરણમાં વહેલી સવારથી ગાઢ ધુમમ્સ છવાયું છે.
જેથી રોડ પરથી પસાર થતાં વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે.
ગાઢ ધુમમ્સના કારણે સામેથી આવતા વાહનો દેખવામાં મુશ્કેલીઓ પડી રહી છે.
તો બીજી બાજુ ગાઢ ધુમમ્સના કારણે વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ જોવા મળી છે
અને વાહન ચાલકોને હેડ લાઈટ અને પાર્કિંગ લાઇટ ચાલુ કરીને સ્પીડ ધીમી રાખીને વાહનો ચલાવવાની ફરજ પડી છે.
મહીસાગર જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર, સંતરામપુર કડાણા, વીરપુર અને ખાનપુર તમામ જિલ્લામાં વહેલી સવારથી આ રીતનું વાતાવરણ જોવા મળ્યું હતું.