તલોદ તાલુકાના જગતપૂરા ગામના આર્મી જવાન શહીદ થતાં અંતિમયાત્રા કાઢવામાં આવી.
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના જગતપુરા ગામના આર્મી જવાન સોલંકી બેચરસિંહ વકતુસિંહ શહીદ થયા છે.
ત્યારે આજ રોજ પોતાના વતનમાં રાષ્ટ્રીય સન્માન સાથે પાર્થીવ દેહને લાવવામાં આવ્યો હતો. તલોદથી જ લોકો મોટી સંખ્યામાં અતિમયાત્રામાં જોડાયા.
સમગ્ર પંથક હિબકે ચડ્યુ ત્યારે વંદે માતરમ ભારતમાતા કી જય ના નારા સાથે અંતિમયાત્રામાં આર્મી જવાનો ,
રાજકીય આગેવાનો, ગ્રામજણો, નગરજણો અને પોલીસ પ્રોટેક્શન સાથે હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.
ડીજેના સાથે દેશભક્તિ ના ગીતો ના ગાન સાથે અને હાથમાં તિરંગા લહેરાવી અંતિમયાત્રા રોડ શોમાં ફેરવાઈ ગયો હતો.
આ યાત્રાને જોવા અને શહીદ વીર જવાનના અંતિમ દર્શન કરવા ગ્રામજનો તથા નગરજનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
દેશ માટે ફરજ પરના જવાન શહીદ થતાં રાષ્ટ્રીય માન સન્માન સાથે તિરંગામાં પાર્થિવ દેહને લપેટી સબ પેટીમાં લાવી પોલીસ પ્રોટેકશન સાથે દેશભક્તિના ગીતો ના ગાન સાથે
તલોદ પોલીસ સ્શેશનથી આ યાત્રા યોજવામાં આવી હતી ત્યારે તલોદ બજાર ચક્કા જામ થયેલું જોવા મળી રહ્યું હતું
છેલ્લા કેટલાય સમયથી પોતે અલ્હાબાદ (પ્રયાગરાજ) આર્મી માં ફરજ બજાવતા હતા અને ટૂંક સમયમાં જ નિવૃત્ત પણ થવાના હતા.
હમણાં જ થોડા દિવસ પર વતન આવેલ જવાન શહીદ થઈ અને અંતિમયાત્રામાં પુનઃવતન આવવું પડશે એવું કોઈને કલ્પના પણ ન હતી.
જોકે એક શહીદને સાથે તેવા રાષ્ટ્રીય સન્માન સાથે નીકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને શહીદ જવાન અને સલામી સાથે અંતિમ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
અંતિમ યાત્રા જોઈ રડું આવી જાય જ્યારે જવાન શહીદ થાય ત્યારે વાતાવરણ કેવુ હોય
એના માટે કદાચ શબ્દો ડીક્ષનારીમાં પણ ટૂંકા પડે. પોતાના વતનમાં અંતિમ વિધિ આર્મી જવાનો સાથે સલામી આપી વિધીગત રીતે કરવામાં આવી હતી.