વડોદરા શહેરમાં આવેલ EME સર્કલ વીઆઈપી રોડ પાસે અવારનવાર અકસ્માત
વડોદરા શહેરમાં આવેલ EME સર્કલ વીઆઈપી રોડ પાસે અવારનવાર અકસ્માત સર્જાય છે પરંતુ જવાબદાર કોણ.?
EME સર્કલ થી વીઆઈપી રોડ પર તમામ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે સાથે સર્કલની વચ્ચોવચ મેન સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં છે
ગઈકાલે રાત્રિના ૧૧ કલાકે સાયકલ સવાર વ્યક્તિ ને એક કાર ચાકલ અકસ્માત કરી નાસી છૂટયો હતો
કાર ચાલક દ્વારા અકસ્માત થતા સ્થાનિક દ્વારા ૧૦૮ મારફતે SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
જેમાં ૮ વર્ષના બાળકનું મુત્યુ થયું હતું
અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો
ત્યાંના સ્થાનિક સામાજીક કાર્યકર પરમાર કમલેશ દ્વારા સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
સાથે સામાજીક કાર્યકર દ્વારા કહેવામાં આવ્યું કે થોડા સમય પહેલા એક ૧૨ માં ધોરણમાં ભણતી બાળકીનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું
ત્યારબાદ ૫ દિવસ પહેલાં એક વ્યક્તિનું મુત્યુ થયું હતું
સાથે આ વીઆઈપી રોડ પર અવારનવાર અકસ્માત થતા હોય છે
તંત્રને સાથે વડોદરા શહેરના જવાબદાર વ્યક્તિઓને મેયર,મ્યું,કમિશનર,સાંસાદ,ટ્રાફિક પો.કમિશનરને લેખિતમાં મૌખિકમાં તેમજ આવેદન સ્વરૂપે રજૂઆત કરવા છતાં
પણ તંત્ર દ્વારા કોઈપણ પગલાં લેવામાં આવતા નથી
વીઆઇપી રોડ પર નજીકમાં રાત્રિ બજાર આવેલું છે
સાથે અનેક લોકો ફુલ સ્પીડે ગાડી ચલાવતા હોય છે ભારી વ્હીકલ પણ પુર ઝડપે હંકારતા હોય છે
નાના નાના બાળકો,મહિલાઓ સાથે સિનિયર સિટીજનોને અકસ્માતનો ભય રહે છે
અનેકવાર રજૂઆતો કરી તંત્ર પરંતુ આખ આડા કાન કરવામાં આવે
આવે જો ૪૮ કલાકમાં CCTV કેમેરા અને સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા સાથે અન્ય માંગણીઓ અંગે કામગીરી નહીં કરવામાં આવે
તો ૪૮ કલાક બાદ પરમાર કમલેશ સામાજીક કાર્યકર દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી જવાબદાર વ્યક્તિ શ્રી ની રહેશે.