ગાંધીનગરમાં પાટીદાર બહુમતી ધરાવતી 25 બેઠકો પર કોંગ્રેસ યાત્રા યોજશે
પાટીદાર મતદારોને રીઝવવા માટે કોંગ્રેસે ‘ચાલો કોંગ્રસ કે સાથ મા કે દ્વાર’ યાત્રા 28 સપ્ટેમ્બરથી યોજશે.
આ યાત્રા બે અલગ અલગ રૂટ પર નીકળશે અને તેમાં વિધાનસભાની 25 બેઠક આવરી લેવાશે.
પહેલા રૂટમાં રાજકોટના રેસકોર્સ મેદાનથી શરૂ થશે,
જયારે બીજા રૂટ રાજુલાથી શરૂ થશે.
આ બંને રૂટથી યાત્રા સીદસર ઉમિયાધામ પહોંચશે.
યાત્રાના બંને રૂટનો આરંભ કરાશે
આ બાબતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે કહ્યું હતું કે, ત્રીજા નોરતાથી યાત્રાના બંને રૂટનો આરંભ કરાશે.
યાત્રા ગુજરાતને મોઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારના ભરડામાંથી મુક્તિ મળે તેવા સંકલ્પ સાથે યોજવામાં આવશે.
આ યાત્રા 200 કિલોમીટરથી વધુ લાંબી છે.
ઉલ્લેખનીય છે કે, યાત્રાના વિસ્તારમાં વિધાનસભાની 25 જેટલી બેઠકો આવશે. જેના પર પાટીદાર સમાજનું પ્રભુત્વ છે.
કોંગ્રેસે 245 સભ્યોનું સંગઠન જાહેર કર્યું
અમદાવાદ શહેર કોંગ્રેસે ચૂંટણીને ધ્યાનમાં રાખીને 245 સભ્યો ધરાવતું જમ્બો સંગઠનનું માળખું જાહેર કર્યુ છે.
આ માળખામાં 37 ઉપપ્રમુખ, એક ખજાનચી, 6 પ્રવકત્તા, 90 મહામંત્રી, 96 મંત્રી અને 15 કારોબારી સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.