કેન્દ્રીય મંત્રી અમિત શાહે માણસાના અંબોડ ગામના પૌરાણિક મહાકાળી માતાજીના દર્શન અને પૂજા અર્ચના કરી

ગાંધીનગરના માણસા તાલુકામાં અંબોડ ગામ ખાતે આવેલા મીની પાવાગઢ થી વિખ્યાત બનેલા મહાકાળી માતાના મંદિરના વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ વિધિ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવી હતી.
મહાકાળી મંદિરના વિકાસ કાર્ય માટે બે કરોડની ફાળવણી કરાઈ
માણસા તાલુકાના અંબોડ ગામ ખાતે સાબરમતી નદીના કિનારે આવેલા પૌરાણિક અને મીની પાવાગઢની ઓળખ ધરાવતા મહાકાળી મંદિરના વિકાસ કાર્ય માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂ. 2 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ ગ્રાન્ટમાંથી મંદિરનું નવીનીકરણ કરવામાં આવશે.
તેમજ પેવર બ્લોક ઈલેક્ટ્રિફીકેશનની પણ કામગીરી કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થતા મહાકાળી મંદિરના દર્શનાર્થે આવતા માઈ ભક્તોની સુવિધામાં પણ વધારો થશે.
અમિત શાહે મહાકાળી મંદિરમાં માતાજીના દર્શન અને પૂજા અર્ચના કરી
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે પૌરાણિક મહાકાળી મંદિરમાં માતાજીના દર્શન અને પૂજા અર્ચના કરી હતી.
મંદિરના વિકાસ કાર્ય માટે થનાર કામોની વિગતો પણ મેળવી હતી.
આ પ્રસંગે મહેસાણાના સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, માણસાના પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આર. આર. રાવલ, મંદિરના ટ્રસ્ટી મંડળના સભ્યઓ, આનંદી માના વડલા ના મેનેજિંગ ટ્રસ્ટી ડી.કે વ્યાસ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.