શનિવારે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા સહિત ચાર નેતાઓ ગુજરાત આવશે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી છે
ત્યારે રાજકીય પાર્ટીના નેતાઓ ગુજરાતમાં દર મહિને આવી રહ્યાં છે.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, આવતીકાલે 1 ઓક્ટોબરે આમ આદમી પાર્ટીના ચાર દિગ્ગજ નેતાઓ ગુજરાત આવી રહ્યા છે.
આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન,દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા તથા રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ સહ-પ્રભારી રાઘવ ચડ્ડા પણ ગુજરાત આવશે.1 ઓક્ટોબરના રોજ અરવિંદ કેજરીવાલ તથા ભગવંત માન કચ્છ ખાતે એક જંગી જનસભાને સંબોધિત કરશે.
ભગવંત માન રાજકોટ ખાતે રાત્રી રોકાણ કરશે
ગાંધીધામના ડીટીપી એક્ઝિબિશન ગ્રાઉન્ડમાં બપોરે 12:00 વાગે સભાની સંબોધિત કરશે.
ત્યારબાદ જૂનાગઢના જોશીપુરામાં ખલીલપુર રોડ પરના ખોડલ ફાર્મ ખાતે બપોરે 3:00 વાગે એક મોટી જનસભાને સંબોધિત કરશે.
ત્યારબાદ અરવિંદ કેજરીવાલ તથા ભગવંત માન રાજકોટ ખાતે રાત્રી રોકાણ કરશે. અરવિંદ કેજરીવાલજી તથા ભગવંત માનજી બીજા દિવસે એટલે કે 2 ઓક્ટોબરના રોજ સુરેન્દ્રનગરની એમ પી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં એક મોટી જનસભાને સંબોધિત કરશે.
કેજરીવાલ પાર્ટીના નેતા-કાર્યકર્તાઓ સાથે મીટીંગ કરશે
ત્યારબાદ ખેડબ્રહ્મામાં ઉંદવા, શ્યામનગરના મારુતિ સર્વિસ સ્ટેશન પાછળ એક મોટી જાહેર સભાને સંબોધિત કરશે.
દિલ્હીના ઉપમુખ્યમંત્રી તથા શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા તથા રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાઘવ ચડ્ડા અમદાવાદ ખાતે કેટલીક મહત્વપૂર્ણ મુલાકાતો તથા મીટીંગ કરવા પધારી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલ પણ પાર્ટીના નેતા-કાર્યકર્તાઓ સાથે મીટીંગ કરશે.