ગેસના વધતા ભાવનો વિરોધ, આપેે મેયરને કહ્યું કે, બંગડીઓ પહેરી લો

પ્રતીકાત્મક તસવીર:ગેસના વધતા ભાવનો વિરોધ, આપેે મેયરને કહ્યું કે, બંગડીઓ પહેરી લો

ગેસના વધતા ભાવનો વિરોધ, આપેે મેયરને કહ્યું કે, બંગડીઓ પહેરી લો

પ્રતીકાત્મક તસવીર:ગેસના વધતા ભાવનો વિરોધ, આપેે મેયરને કહ્યું કે, બંગડીઓ પહેરી લો
પ્રતીકાત્મક તસવીર:ગેસના વધતા ભાવનો વિરોધ, આપેે મેયરને કહ્યું કે, બંગડીઓ પહેરી લો

 

વડોદરામાં તાજેતરમાં વધેલા ઘરગથ્થુ ગેસના ભાવ મુદ્દે આમ આદમી પાર્ટીએ પાલિકા કચેરી ખાતે પહોંચી વિરોધ કર્યો હતો.

મેયરની કેબિનમાં મહિલા કાર્યકરે ટેબલ પર બંગડી મૂકી પહેરી લેવાનું કહેતા મેયરે સામે કહ્યું હતું કે, ભાઈને બંગડી નહિ, પરંતુ ભાઈના હાથે રાખડી બાંધવાની હોય.

તાજેતરમાં વડોદરા ગેસ લિમિટેડ કંપનીએ પાઇપ લાઈન મારફતે ઘરગથ્થુ ગેસના ભાવમાં રૂા. 3 નો ભાવ વધારો કર્યો છે.

જેના કારણે ગ્રાહકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.

છેલ્લા એક વર્ષમાં VGLએ 5 વાર વધારો કર્યો છે.

જેના કારણે અસહ્ય મોંઘવારીમાં સામાન્ય નાગરિકના બજેટ પર અસર પડી છે.

ત્યારે મંગળવારે આમ આદમી પાર્ટીના કાર્યકરો પાલિકાની વડી કચેરીએ પહોંચ્યા હતા.

તેઓએ મેયર કેયુર રોકડિયાને આવેદનપત્ર આપી મોંઘવારી મુદ્દે રજૂઆત કરી હતી.

મેયરને આવેદનપત્ર આપવા આવેલી મહિલાઓ પૈકી શહેર ઉપપ્રમુખે મેયરના ટેબલ પર બંગડી ફેંકી કહ્યું હતું કે આ પહેરી લો. આ સાંભળી મેયર કેયુર રોકડીયાએ તુરંત જ જવાબ આપ્યો હતો કે ભાઈને બંગડી ન પહેરાવવાની હોય હાથે રાખડી બાંધવાની હોય.

તેઓએ આપના કાર્યકરોને કહ્યું હતું કે તમને ગેસના ભાવ વિશે કોઈ જાણકારી નથી.

બેલેન્સ સીટ તમે જોઈ નથી.

આ અંગે મેયરે જણાવ્યું હતું કે વડોદરા ગેસ લિમિટેડે નાછૂટકે ભાવ વધાર્યા છે.

અન્ય કંપનીઓ કરતા VGLના ભાવ ઓછા જ છે.

આપ મહિલા ઉપપ્રમુખ જાનવી ગોહિલે જણાવ્યું હતું કે, મેં મેયરને બંગડીઓ આપી

કારણ કે તેઓ આ પહેરીને અમારી જગ્યાએ આવીને બેસે તો તેમને ખબર પડે કે ભાવ વધારાથી કટેલી પરેશાની થાય છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp