વડોદરામાં દીકરીને ગરબા જોવા લઈ જનાર મહિલા PSIને પતિ અને સાસુએ માર માર્યો

પ્રતીકાત્મક તસવીર:વડોદરામાં દીકરીને ગરબા જોવા લઈ જનાર મહિલા PSIને પતિ અને સાસુએ માર માર્યો

વડોદરામાં દીકરીને ગરબા જોવા લઈ જનાર મહિલા PSIને પતિ અને સાસુએ માર માર્યો

પ્રતીકાત્મક તસવીર:વડોદરામાં દીકરીને ગરબા જોવા લઈ જનાર મહિલા PSIને પતિ અને સાસુએ માર માર્યો
પ્રતીકાત્મક તસવીર:વડોદરામાં દીકરીને ગરબા જોવા લઈ જનાર મહિલા PSIને પતિ અને સાસુએ માર માર્યો

 

નવરાત્રિના પ્રથમ દિવસે રાત્રે દીકરીને લઈને ગરબા જોવા માટે ઘરેથી નીકળી રહેલા CISFના મહિલા PSIને પતિ તથા સાસુએ ઝઘડો કરીને માર માર્યો હોવાનો કિસ્સો પોલીસ સ્ટેશનમાં આવ્યો છે.

હરણી પોલીસે મહિલા પોલીસ અધિકારીની ફરિયાદના આધારે પતિ અને સાસુ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

નોંધનીય છે કે, 10 દિવસ પહેલાં પણ મહિલા પોલીસ અધિકારી પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવવા માટે ગયાં હતાં.

પરંતુ, પોલીસ અધિકારીએ દાંપત્યજીવન તૂટી ન જાય તેવા આશય સાથે સમજાવતા મહિલા પોલીસ અધિકારીએ ફરિયાદ કરી ન હતી.

પતિ માર મારી ઝઘડો કરીને જતા રહ્યા હતા

હરણી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પ્રતિમાબહેન (નામ બદલ્યું છે) હરણી વિસ્તારમાં બે બાળકો સાથે રહે છે

અને વડોદરામાં CISF મહિલા PSI તરીકે ફરજ બજાવે છે. 9 વર્ષ પહેલાં તેમનાં લગ્ન પંકજ સુરેન્દ્રકુમાર પંત સાથે થયાં હતાં.

તેઓ અમદાવાદમાં નોકરી કરતા હતા ત્યારે વર્ષ-2022માં તેમના પતિ પંકજ પંત મારામારી કરી ઝઘડો કરી જતા રહ્યા હતા.

ત્યારથી પ્રતિમાબહેન પોતાનાં બે બાળકો સાથે એકલાં રહે છે.

પતિ શોધતો વડોદરા આવી પહોંચ્યો

ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, અમદાવાદમાં એકલી રહેતી હતી,

ત્યારે પણ પતિ અવારનવાર ઝઘડો કરતા હતા.

જેથી અમદાવાદ પોલીસ મથકમાં પણ પતિ વિરુદ્ધ અરજી આપી હતી.

દરમિયાન વર્ષ-2021માં વડોદરા ખાતે બદલી થતાં વડોદરા હરણી વિસ્તારમાં બે બાળકો સાથે રહે છે.

દરમિયાન પતિ પંકજ પત્ની પ્રતિમાબહેનને શોધતા વડોદરા આવી પહોંચ્યા હતા અને એપ્રિલ-2022થી સાથે રહે છે

અને પતિ સાથે સાસુ હિનાબહેન (નામ બદલ્યું છે) પણ રહે છે.

કાઉન્સેલિંગ કરતા ફરિયાદ ન કરી

વડોદરા આવ્યા બાદ પતિ પંકજ અને સાસુ હિનાબહેને પુનઃ નાની નાની બાબતે ઝઘડો કરી શારીરિક- માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

સાસુ અને પતિ સાથે માર મારતાં હતાં. પરંતુ, બદનામીના કારણે તેઓનો ત્રાસ સહન કરી રહ્યાં હતાં.

10 દિવસ પહેલાં પણ પતિ અને સાસુએ ભેગા મળીને CISFના મહિલા PSI પ્રતિમાબહેનને માર માર્યો હતો.

પ્રતિમાબહેન પતિ અને સાસુ વિરુદ્ધ હરણી પોલીસ મથકમાં ફરિયાદ કરવા માટે ગયા હતા. પરંતુ, પોલીસ અધિકારીએ તેઓનું કાઉન્સેલિંગ કરી સમજાવતા ફરિયાદ કરી ન હતી.

નવરાત્રિના પ્રથમ દિવસે માર માર્યો

દરમિયાન તા. 26-9-022ના રોજ નવરાત્રિના પ્રથમ દિવસે CISFના મહિલા PSI પ્રતિમાબહેન પાસે દીકરીએ ગરબા જોવા જવા માટે જીદ કરી હતી.

જેથી પ્રતિમાબહેન દીકરીને લઈને ગરબા જોવા માટે જઇ રહ્યાં હતાં,

ત્યારે પતિ પંકજ પંત અને સાસુ હિનાબહેને ઝઘડો કરી, અપશબ્દો બોલીને માર માર્યો હતો.

આમ અવાર-નવાર ઝઘડા કરી ત્રાસ ગુજારી રહેલાં પતિ પંકજ પંત અને સાસુ હિનાબહેન પંત સામે CISFના મહિલા PSI પ્રતિમાબહેને હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

હરણી પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp