અમદાવાદની એલ.ડી કોલેજની ઘટના મુદ્દે ABVPએ અસામાજીક તત્વો સામે કડક પગલાંની માગ કરી

પ્રતીકાત્મક તસવીર:અમદાવાદની એલ.ડી કોલેજની ઘટના મુદ્દે ABVPએ અસામાજીક તત્વો સામે કડક પગલાંની માગ કરી

એલ.ડી આર્ટ્સ કોલેજમાં ગઈકાલે સવારે 3 વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલની કેબિનમાં ઘૂસીને તોડફોડ કરીને પ્રિન્સિપાલને મારવાનો પ્રયત્ન કર્યો હતો.

જે મામલે પ્રિન્સિપાલ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

આજે ABVPના કાર્યકરોએ આ મામલે કોલેજમાં વિરોધ કર્યો હતો

અને પ્રિન્સિપાલને સમર્થન આપીને અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવા માંગણી કરી છે.

કોલેજમાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ

ABVPના કાર્યકરો એલડી આર્ટ્સ કોલેજમાં જઈને સૂત્રોચ્ચાર સાથે ગઈકાલે બનેલા બનાવનો વિરોધ કરી રહ્યા હતા.

ABVPના કાર્યકરો પ્રિન્સિપાલની ઓફિસમાં જઈને સમર્થન આપ્યું હતું. ABVPના કાર્યકરોએ આ મામલે કોલેજમાં કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

કોલેજમાં કોઈને પણ હેરાનગતિ થાય તથા કોલેજના વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરવામાં આવે તે તમામ લોકો સામે પગલાં લેવા ABVPએ માંગણી કરી હતી.

કોલેજે ત્રણેય વિદ્યાર્થીઓને રસ્ટીકેટ કર્યા

કોલેજ દ્વારા પણ ગઇકાલની ઘટના બાદ ત્રણેય વિદ્યાર્થીઓને રસ્ટીકેટ કરવામાં આવ્યા છે,

જે બાદ કોલેજના નોટિસ બોર્ડ પર સૂચના લખવામાં આવી છે કે કોઈ પણ વિદ્યાર્થીએ આઈડી કાર્ડ વિના કોલેજમાં પ્રવેશ કરવો નહીં

જે વિદ્યાર્થી પાસે આઈડી કાર્ડ ના હોય તેને તાત્કાલિક આઈડી કાર્ડ મેળવી લેવું નહિ તો કોલેજમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp