ઝાલોદની પડાતીયા શાળા તસકરોનો દસમો શિકાર બની, શિક્ષણના સાધનો ચોરાયા

પ્રતીકાત્મક તસવીર:ઝાલોદની પડાતીયા શાળા તસકરોનો દસમો શિકાર બની, શિક્ષણના સાધનો ચોરાયા

ઝાલોદની પડાતીયા શાળા તસકરોનો દસમો શિકાર બની, શિક્ષણના સાધનો ચોરાયા

પ્રતીકાત્મક તસવીર:ઝાલોદની પડાતીયા શાળા તસકરોનો દસમો શિકાર બની, શિક્ષણના સાધનો ચોરાયા
પ્રતીકાત્મક તસવીર:ઝાલોદની પડાતીયા શાળા તસકરોનો દસમો શિકાર બની, શિક્ષણના સાધનો ચોરાયા

 

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પડાતીયા ગામે આવેલ પ્રાથમીક શાળામાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો.

પ્રિન્ટર, સી.પી.યુ., પાવર બેટરી, સ્પીકર વિગેરે મળી કુલ રૂા. 22,100 ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

પોલીસ એક પણ ચોરીનો ભેદ ઉકેલી શકી નથી

દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાંક મહિનાઓથી પ્રાથમીક શાળામાં ચોરીઓની ઘટનાઓ વધી રહી છે.

પ્રાથમીક શાળામાં ચોરીની ઘટનાને પગલે શિક્ષક આલમમાં ભારે રોષ પણ ફેલાયો છે.

પોલીસ તંત્ર દ્વારા પણ શાળામાં ચોરી કરતી ગેંગને ઝડપી પાડવામાં સફળતા મેળવી નથી

ત્યારે શાળામાં ચોરીની ઘટનાઓ વધતાં પોલીસ તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવે લાગણી અને માંગણી પણ ઉઠવા પામી છે.

ફરી ઈલેક્ટ્રોનિક ઉપકરણો જ ચોરાયા

ત્યારે તસ્કરોએ વધુ એક શાળાને નિશાન બનાવતાં ભારે ચકચાર વ્યાપી જવા પામી છે.

ઝાલોદ તાલુકાના પડાતીયા ગામે આવેલ નીચલા ફળિયા વર્ગ પ્રાથમીક શાળામાં તસ્કરોએ શાળાને નિશાન બનાવી હતી.

શાળામાં પ્રવેશ કરી શાળામાંથી પ્રિન્ટર, સી.પી.યુ. પાવર બેટરી, સ્પીકર તેમજ શાળામાં મુકી રાખેલા સરસામાન મળી કુલ રૂા. 22,100ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી જતાં આ સંબંધે શાળામાં ફરજ બજાવતાં અને અરવલ્લી જિલ્લામાં રહેતાં ગીરીશભાઈ ધનજીભાઈ ખાંટે ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp