અરવલ્લીઃમોડાસાના ટીંટોઈ ગામે પંચાયત દ્વારા જૈન મંદિરથી રામજી મંદિર સુધીની ગટર લાઈનમાં ઘોર બેદરકારી સામે આવી
ટીંટોઇ ગ્રામ પંચાયતમાં થયેલા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર બાબતે જાગૃત નાગરિક દ્વારા અરજી કરવામાં આવતાં
તેને યેનકેન પ્રકારે દબાવી દેવાની કોશિશો ભ્રષ્ટાચારીઓ પૂરજોશમાં કરી રહ્યા છે
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઇ ગામે
ગટર લાઇનના કામમાં નબળી કામગીરીની ફરિયાદો સામે આવી છે.
રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિકાસ માટે લાખો રૂપિયા ગ્રાન્ટ રૂપે ફાળવવામાં આવે છે
પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિક સત્તાવાળા
અને લે ભાગુ કોન્ટ્રાક્ટરો મલાઈ તારવી લેવાની વેતરણમાં
વિકાસના કામ માટે ફાળવાયેલા નાણાંનો દુરુપયોગ કરતા હોય છે.
તાજેતરમાં મોડાસા તાલુકાના ટીંટોઇ ગામે લાખો રૂપિયાના ખર્ચે બનાવાતી ગટર લાઇન
ટીંટોઇ જૈન દેરાસરથી રામજીમંદિર સુધીની ગટર લાઇનનું કામકાજ એસ્ટીમેટ મુજબ ના હોવાની
સ્થાનિક રહીશોમાંથી ફરિયાદો ઉભી થવા પામી છે.
આ બાબતે સ્થાનિક જાગૃત નાગરિકે આવા ભ્રષ્ટાચાર ભર્યા પોલમ પોલ કામની યોગ્ય તપાસ કરી
દોષિતોને કડકમાં કડક સજા કરવા અને આવા બોગસ કામના નાણાં ના ચૂકવવા માટે
અરજી દાખલ કરવામાં આવતાં જાગૃત નાગરિકને યેનકેન પ્રકારે દબાવવાની કોશિશો થઈ રહી છે.
ગટરલાઈનને પુરણકામ કરી દબાવી દેવામાં આવતાં ગ્રામજનો અચંબામાં પડી ગયા છે
આ બાબતે ટીંટોઇ ગામના ગ્રામજનોમાં ગ્રામ પંચાયતના સત્તાવાળાઓ સામે રોષ ફાટી નીકળ્યો છે
લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, કે ટિંટોઈ ગ્રામ પંચાયતના સ્થાનિક સત્તાવાળા અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી આવું કામ થઈ રહ્યું છે…..!!!!!!
જાણવા મળ્યું છે કે ગટર લાઈનની નબળી કામગીરીથી ગામના જાગૃત નાગરિકોમાં ગ્રામ પંચાયતના વહીવટ સામે રોષ ફેલાયો છે.
ગ્રામજનો ઉચ્ચ કક્ષાએ ગટર લાઈનના ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરનાર હોવાનું જાણવા મળ્યું છે.
ગ્રામજનોની માંગ છે કે જો ઉચ્ચ કક્ષાએથી આ ગટર લાઈનની કામગીરીની ઊંડી તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે.