અમદાવાદમાં સપ્ટેમ્બરના 24 દિવસમાં જ ડેન્ગ્યુના 618 કેસ
શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે.
સપ્ટેમ્બરના 24 દિવસમાં ડેન્ગ્યુના 618 અને ઝાડા-ઊલટીના 418 કેસ નોંધાયા છે.
સપ્ટેમ્બર 2021માં ડેન્ગ્યુના 431 અને ઝાડા-ઊલટીના 321 કેસ હતા.
ચાલુ માસમાં ડેન્ગ્યુ ઉપરાંત સપ્ટેમ્બરમાં સ્વાઈન ફ્લૂના 265 કેસ નોંધાયા છે.
સરકાર અને ખાનગી હોસ્પિટલમાં વાઈરલ ઈન્ફેક્શનના કેસના દર્દીઓમાં વધારો થયો છે.